મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે માર્ચ, 2021માં 29,817 ટ્રેક્ટર વેચ્યા
મુંબઈ, 19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપનો ભાગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ આજે માર્ચ, 2021માં થયેલા એના ટ્રેક્ટરના વેચાણના આંકડા જાહેર કર્યા હતા. માર્ચ, 2021માં સ્થાનિક વેચાણ 29,817 યુનિટ હતું, જે માર્ચ, 2020માં 13,418 યુનિટ હતું.
માર્ચ, 2021માં કુલ ટ્રેક્ટરનું વેચાણ (સ્થાનિક + નિકાસ) 30,970 યુનિટ હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 13,613 યુનિટ હતું. મહિનામાં નિકાસ 1,153 યુનિટની થઈ હતી.
આ કામગીરી પર ટિપ્પણી કરતાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતુ કે, “અમે માર્ચ, 2021 દરમિયાન સ્થાનિક બજારમાં 29,817 ટ્રેક્ટરનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 122 ટકા વધારે હતું.
જળાશયોના ઊંચા સ્તર, લઘુતમ ટેકાના ઊંચા ભાવ (એમએસપી) અને નાણાકીય પ્રવાહિતતામાં વધારો દ્વારા પોઝિટિવ સેન્ટિમેન્ટની સાથે ઓછા આધારની અસર માર્ચમાં હોલસેલ વૃદ્ધિ તરફ દોરી ગઈ છે. રવી સિઝનમાં લણણી ચાલી રહી હોવાથી અને પસંદગીના બજારોમાં ઉનાળુ પાક માટે વાવેતર શરૂ થવાથી ટ્રેક્ટરની માગ ઊંચી જળવાઈ રહેશે એવી અપેક્ષા છે. નિકાસ બજારમાં પણ અમે 1,153 ટ્રેક્ટરનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 491 ટકાની વૃદ્ધિ છે.”
ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (FD+SD+ગ્રોમેક્સ) | ||||||
માર્ચ | માર્ચ સંચિત | |||||
નાણાકીય વર્ષ 2019-20 | નાણાકીય વર્ષ 2020-21 | %માં ફેરફાર | નાણાકીય વર્ષ 2019-20 | નાણાકીય વર્ષ 2020-21 | %માં ફેરફાર | |
સ્થાનિક | 13418 | 29817 | 122% | 291901 | 343833 | 18% |
નિકાસ | 195 | 1153 | 491% | 10014 | 10665 | 7% |
કુલ | 13613 | 30970 | 128% | 301915 | 354498 | 17.4% |
*નિકાસમાં CKD સામેલ છે