Western Times News

Gujarati News

મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે એપ્રિલ, 2021 દરમિયાન ભારતમાં 26130 યુનિટનું વેચાણ કર્યું

મુંબઈ, 19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપનો ભાગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ આજે એપ્રિલ, 2021 માટે એના ટ્રેક્ટરના કુલ વેચાણના આંકડા જાહેર કર્યા હતા. એપ્રિલ, 2021માં સ્થાનિક વેચાણ 26130 યુનિટ હતું, જે એપ્રિલ, 2020 દરમિયાન 4716 યુનિટ હતું.

એપ્રિલ, 2021 દરમિયાન ટ્રેક્ટરનું કુલ વેચાણ (સ્થાનિક+નિકાસ) 27523 યુનિટ હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 4772 યુનિટ હતું.  મહિના માટે નિકાસ 1393 યુનિટ હતી.

આ કામગીરી પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતું કે, “અમે એપ્રિલ, 2021 દરમિયાન સ્થાનિક બજારમાં 26130 ટ્રેક્ટરનું વેચાણ કર્યું છે, જેમાં ગયા વર્ષની સરખામણીમાં 454 ટકાની વૃદ્ધિ થઈ છે.

ગયા વર્ષે એપ્રિલમાં રાષ્ટ્રીય લોકડાઉનને કારણે ઓછી બેઝ અસરને પગલે એપ્રિલ, 2021માં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. સ્થાનિક લોકડાઉનને કારણે અને થોડા રાજ્યોમાં ડિલરશિપની સાથે ઓક્સિજનની ઉપલબ્ધતાને કારણે પુરવઠાની સાંકળમાં વિક્ષેપ ઊભો થયો છે, જેની માગ પર અસર થઈ છે.

કૃષિ સાથે સંબંધિત તમામ ફંડામેન્ટલ્સ મજબૂત જળવાઈ રહેશે, કારણ કે રવિ પાકનું જંગી ઉત્પાદન થયું છે અને આગામી ચોમાસુ સામાન્ય રહેવાની ધારણા છે. અમને અપેક્ષા છે કે, ટ્રેકટની માગ ફરી વધશે, કારણ કે ખેડૂતો આગામી અઠવાડિયાઓમાં ખરીફ પાક માટે તેમની જમીનની તૈયારી શરૂ કરશે.

અમે તમામ રાજ્યોમાં કોવિડની બદલાતી સ્થિતિ પર નજર રાખીશું, જેમાં મુખ્યત્વે અમારા લોકો અને પાર્ટનર્સની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરીશુ. નિકાસ બજારોમાં પણ અમે 1393 ટ્રેક્ટરોનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના વેચાણની સરખામણીમાં 2388 ટકા વધારે છે અને સારી ઓર્ડર બુક ધરાવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.