મહિન્દ્રાની ઇલેક્ટ્રિક 3 વ્હીલર રેન્જ ટ્રીયો અને ટ્રીયો યારી હવે ગુજરાતમાં ઉપલબ્ધ
કિંમત રૂ. 1.74 લાખ (એક્સ-શોરૂમ, અમદાવાદ, ટ્રીયો રી સેમિ હાર્ડ ટોપ માટે) અને રૂ. 2.75 લાખ (એક્સ-શોરૂમ, અમદાવાદ, ટ્રીયો સેમિ હાર્ડ ટોપ માટે)
અમદાવાદ, 20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે, કંપનીનાં ઇલેક્ટ્રિક 3-વ્હીલરની રેન્જ ટ્રીયો અને ટ્રીયો યારી હવે સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ થશે. એની કિંમત રૂ. 1.74 લાખ (એક્સ-શોરૂમ, અમદાવાદ, ટ્રીયો યારી એસએચટી માટે) અને રૂ. 2.75 લાખ (એક્સ-શોરૂમ, અમદાવાદ, ટ્રીયો એસએચટી) હશે.
ભારતનાં પ્રથમ લિથિયમ-આયન ઇલેક્ટ્રિક 3 વ્હીલર પ્લેટફોર્મ ટ્રીયો પર્યાવરણને અનુકૂળ લાસ્ટ માઇલ મોબિલિટી પ્રદાન કરે છે. ટ્રીયો પ્લેટફોર્મ વ્યક્તિગત ગ્રાહકો તથા કાફલાનાં માલિકો અને સંસ્થાગત ગ્રાહકો એમ બંનેની જરૂરિયાતો અસરકારક રીતે પૂરી પાડવા માટે કરવામાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, ત્યારે સાથે સાથે ગ્રાહકને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરે છે.
મહિન્દ્રા ઇલેક્ટ્રિકનાં સીઇઓ મહેશ બાબુનાં જણાવ્યા મુજબ, “મહિન્દ્રા ટ્રીયો લિથિયમ-આયન બેટરીથી સંચાલિત પ્રથમ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર છે અને સેગમેન્ટમાં સૌપ્રથમ ઘણી ખાસિયતો ધરાવે છે. જોકે વાહનની સૌથી મોટી ખાસિયત એનાં ઓછા મેઇન્ટેનન્સ અને સંચાલન ખર્ચને કારણે ગ્રાહકને થતી બચતમાં વધારો છે. અમે મહિન્દ્રાનાં વિસ્તૃત ડિલર નેટવર્ક દ્વારા વેચાણ પછી શ્રેષ્ઠ સપોર્ટ પૂરો પાડવા કટિબદ્ધ છીએ. મહિન્દ્રા ટ્રીયો સાથે એનાં યુઝર્સને પરંપરાગત થ્રી-વ્હીલરની સરખામણીમાં કિલોમીટરદીઠ વધારે આવક આપશે.”
ટ્રીયોનાં બંને મોડલ ઉદ્યોગમાં સૌપ્રથમ હાર્ડ ટોપ વેધર પ્રૂફ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. લાઇટ વેઇટ ટેકનોલોજીઓનાં ઉપયોગ અને કમ્પોઝાઇટ બોડી પેનલ્સ સાથે ટ્રીયો ફૂલ ચાર્જમાં 130 કિલોમી (ઇઓટો)ની ડ્રાઇવિંગ રેન્જ* પૂરી પાડે છે. આ સેગમેન્ટમાં સૌથી વધુ સ્પેશિયસ ઇન્ટેરિઅર્સ ધરાવતાં થ્રી-વ્હીલર સાથે પેસેન્જર્સ માટે ક્લાસમાં શ્રેષ્ઠ સુવિધા પણ પૂરી પાડે છે. એની ક્લચ વિનાનું, અવાજ વિનાનું અને વાઇબ્રેશનથી મુક્ત ડ્રાઇવિંગ સંપૂર્ણપણે થાકમુક્ત સફરની મજા આપે છે. આ તમામ લાભ ઉપરાંત ટ્રીયો રેન્જ ઉત્કૃષ્ટ આવક પણ પૂરી પાડે છે.
ટ્રીયોનાં પ્લેટફોર્મ વિશે
- શ્રેષ્ઠ લિથિયમ-આયન ટેકનોલોજી – અત્યાધુનિક, મેઇન્ટેનન્સ ફ્રી, લિથિયમ-આયન બેટરી 5 વર્ષથી વધારેની બેટરી લાઇફ અને 3 વર્ષની સ્ટાન્ડર્ડ વોરન્ટી પૂરી પાડે છે* * શરતો લાગુ
- ઓપરેશનનો ઓછો ખર્ચ– ટ્રીયો કિલોમીટરદીઠ 50 પૈસા જેટલો ઓછો રનિંગ ખર્ચ ધરાવે છે, ત્યારે પરંપરાગત એલપીજી ઓટોરિક્ષા કિલોમીટરદીઠ રૂ. 2નો રનિંગ ખર્ચ ધરાવે છે તેમજ કિલોમીટરદીઠ 10 પૈસાનો મેઇન્ટેનન્સ ખર્ચ ધરાવે છે, જે પરંપરાગત એલપીજી ઓટોરિક્ષાનાં ખર્ચ કરતાં ચોથા ભાગનો છે
- ઊંચી આવક– હાલ ચાલુ એલીપીજી ઓટોની સરખામણીમાં ટ્રીયો દર મહિને રૂ. 4,000ની વધારે બચત કરવાની ક્ષમતા ધરાવે છે. સ્થાનિક રીતે એસેમ્બલ થયેલી લેડ એસિડ ઇ રિક્ષાની સરખામણીમાં ટ્રીયો યારી દર મહિને રૂ. 9,000ની વધારે બચત કરવાની ક્ષમતા ધરાવે છે.
- સરળ ચાર્જિંગ– ટ્રીયો ઓટો ફૂલ ચાર્જ પર 3 કલાક અને 50 મિનિટ ચાલે છે*** ત્યારે ટ્રીયો યારી ફૂલ ચાર્જ*** 2 કલાક અને 30 મિનિટ ચાલે છે. *** શરતો લાગૂ
- ઇન-બિલ્ટ સલામતી– ટ્રીયો ઇન-બિલ્ટ મજબૂત રિઅર ક્રેશ ગાર્ડ ધરાવે છે, જે ચેસિસને વધારે મજબૂત બનાવે છે અને સ્પેસ ફ્રેમ માળખું ડ્રાઇવર અને પેસેન્જરને વધારાની સલામતી પૂરી પાડે છે
- સ્માર્ટ પસંદગી– મહિન્દ્રા બ્રાન્ડનો વિશ્વાસ વેચાણ પછી શ્રેષ્ઠ સપોર્ટ પૂરો પાડે છે. ઉદય પ્રોગ્રામ દ્વારા ગ્રાહક સાથે લાંબા ગાળાનાં સંબંધનું નિર્માણ થાય છે:
- રૂ. 10,00,000નાં મૂલ્યની પર્સનલ એક્સિડન્ટ વીમા પોલિસી
- ઉદય વિદ્યાર્થી સ્કોલરશિપ
- રેફરલ માટે પ્રોત્સાહનઃ સર્વિસ કૂપન્સ
- સ્પેશ્યલ સર્વિસ ડિસ્કાઉન્ટ
- વિશિષ્ટ નિર્માણ– મોડ્યુલર શીટ મોલ્ડેડ કમ્પોઝિટ પેનલ કાટ-પ્રૂફ, ડેન્ટ-પ્રૂફ બોડી પૂરું પાડે છે તથા સરળ રિપ્લેસમેન્ટ પૂરી પાડે છે.