Western Times News

Gujarati News

મહિન્દ્રા અને ફોર્ડે ભારત અને વિકાસશીલ બજારોમાં નફાકારક વૃદ્ધિને  આગળ વધારવા સંયુક્ત સાહસ રચવાની જાહેરાત કરી

  • બંને કંપનીઓને કાર્યકારી કાર્યદક્ષતા અને હિતધારકોને મૂલ્ય આપવા જોડાણનાં નવા યુગની શરૂઆત
  • પાર્ટનરશિપ ફોર્ડ અને મહિન્દ્રાને અગાઉ કરતાં વધારે ઝડપથી ગ્રાહકોને નવી પ્રોડક્ટ ઓફર કરવાની સુવિધા આપશે, જે બંને કંપનીઓને નફાકારક વૃદ્ધિ પ્રદાન કરશે
  • રૂ. 1,925 કરોડ (275 મિલિયન ડોલર)નું મૂલ્ય ધરાવતું સંયુક્ત સાહસ ઓટોમોટિવ વેલ્યુ ચેઇનમાં મોટા પાયે ઉત્પાદન દ્વારા સ્પર્ધાત્મકતા વધારશે, જેમાં સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રસ્તુત ટેકનોલોજીઓનો ઉપયોગ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામેલ છે

મુંબઈ/મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ફોર્ડ મોટર (Mahindra & Mahindra & Ford Motor) કંપનીએ સંયુક્ત સાહસ સ્થાપિત કરવા માટે સમજૂતી કરી છે, જે ભારતમાં ફોર્ડ બ્રાન્ડનાં વાહનો વિકસાવશે, એનું માર્કેટિંગ કરશે અને વિતરણ કરશે તેમજ ફોર્ડ બ્રાન્ડ અને મહિન્દ્રા બ્રાન્ડનાં વાહનો દુનિયાભરનાં ઊંચી વૃદ્ધિ ધરાવતાં વિકાસશીલ બજારોમાં વિકસાવશે, એનું માર્કેટિંગ કરશે અને એનું વિતરણ કરશે.

 મહિન્દ્રા અને ફોર્ડ સંયુક્ત સાહસની (Joint Venture) રચના કરશે, જેમાં મહિન્દ્રાનો હિસ્સો 51 ટકા હશે અને ફોર્ડ 49 ટકા હિસ્સો ધરાવશે. ફોર્ડ એની ભારતીય કામગીરી સંયુક્ત સાહસને હસ્તાંતરિત કરશે, જેમાં ચેન્નાઈ અને સાણંદમાં (Chennai and Sanand) એનાં પર્સનલ અને એસેમ્બલી પ્લાન્ટ સામેલ છે. ફોર્ડ સાણંદમાં ફોર્ડ એન્જિન પ્લાન્ટની કામગીરી જાળવી રાખશે તેમજ ગ્લોબલ બિઝનેસ સર્વિસીસ યુનિટ, ફોર્ડ ક્રેડિટ અને ફોર્ડ સ્માર્ટ મોબિલિટી જાળવી રાખશે.

 આ સંયુક્ત સાહસ ફોર્ડ અને મહિન્દ્રા વચ્ચે સપ્ટેમ્બર, 2017માં થયેલી વ્યૂહાત્મક જોડાણની દિશામાં આગામી પગલું છે તેમજ વર્ષ 2020ની મધ્યમાં કાર્યરત થાય એવી ધારણા છે, જે નિયમનકારી મંજૂરીઓને આધિન છે. આ સંયુક્ત સાહસની કામગીરીનું મેનેજમેન્ટ મહિન્દ્રા કરશે અને એનો વહીવટ મહિન્દ્રા અને ફોર્ડનાં સમાન સંખ્યામાં પ્રતિનિધિઓ કરશે.

 આ સંયુક્ત સાહસ ભારતમાં ફોર્ડ બ્રાન્ડમાં વૃદ્ધિ માટે જવાબદાર હશે તથા એનાં ઉત્પાદનોની નિકાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ફોર્ડ કંપનીઓને કરશે. ફોર્ડ ફોર્ડ બ્રાન્ડની માલિકી ધરાવશે અને એનાં બ્રાન્ડેડ વાહનોનું વિતરણ ફોર્ડ ઇન્ડિયાનાં ડિલર નેટવર્ક દ્વારા થશે. મહિન્દ્રા પોતાની મહિન્દ્રા બ્રાન્ડની માલિકી જાળવશે અને ભારતમાં પોતાનાં સ્વતંત્ર ડિલર નેટવર્કને ઓપરેટ કરશે.

 મહિન્દ્રા ગ્રૂપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ (Chairman Anand Mahindra) કહ્યું હતું કે, મહિન્દ્રા અને ફોર્ડ બંને કંપનીઓ લાંબા સમયથી એકબીજાને સહકાર આપે છે અને પરસ્પર વિશ્વાસ તથા સન્માનની ભાવના ધરાવે છે. અમારી સંયુક્ત ક્ષમતા – મૂલ્યકેન્દ્રિત ઇજનેરી અને એનાં સફળ ઓપરેટિંગ મોડલમાં મહિન્દ્રાની કુશળતા અને ફોર્ડની ટેકનિકલ કુશળતા, આંતરરાષ્ટ્રીય સંશોધન તથા ભવિષ્યની ટેકનોલોજીની સુલભતા સફળતા માટે સુભગ સમન્વય સમાન છે.

બંને કંપનીઓ વચ્ચે પાર્ટનરશિપનું હાર્દ તેમનાં એકસમાન મૂલ્યો છે, જેનાં થકી પાર્ટનરશિપ આગળ વધશે. અમારાં મૂલ્યો અમારાં ગ્રાહકો, એસોસિએટ્સ અને અમારાં સમુદાયોને શ્રેષ્ઠ ઉત્પાદનો અને સેવા આપવા પર કેન્દ્રિત છે.

 ફોર્ડ મોટર કંપનીનાં એક્ઝિક્યુટિવ ચેરમેન બિલ ફોર્ડે કહ્યું (Ford Motor Company Ex. chairman Bill Ford) હતું કે, ફોર્ડ અને મહિન્દ્રા એકસાથે કામ કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે અને અમને ભારતમાં ફોર્ડ બ્રાન્ડને તેમની સાથે વિકસાવવા પાર્ટનરશિપ કરવાનો ગર્વ છે. અમે અમારાં કર્મચારીઓ, ડિલર્સ અને સપ્લાયર્સ પ્રત્યે કટિબદ્ધતા જાળવી રાખીશું તથા જોડાણનાં આ નવા ગાળામાં અમને આ મહત્ત્વપૂર્ણ બજારમાં ગ્રાહકોને વધારે વાહનો ડિલિવર કરવાની સુવિધા મળશે.

 ફોર્ડનાં પ્રેસિડન્ટ અને સીઇઓ જિમ હેકેટ્ટે કહ્યું હતું કે, ફોર્ડમાં 116 વર્ષથી અમારો ઉદ્દેશ માનવીય પ્રગતિને હંમેશા આગળ વધારવાનો છે અને એમાં કોઈ ફરક પડ્યો નથી. પણ એને જાળવી રાખવા અમે દુનિયાભરનાં અમારાં ગ્રાહકોને ખુશ કરવા નવી અને ઝડપી રીતો સાથે પરિવર્તન કરવાની જરૂરિયાત અનુભવવાની સાથે તેમની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ પ્રકારનું મજબૂત જોડાણ અમારાં વિઝનને આગળ વધારવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, ત્યારે સાથે સાથે અમારાં વૈશ્વિક હિતધારકોને સ્પર્ધાત્મક અને મૂલ્ય પ્રદાન કરશે.

 આ સંયુક્ત સાહસ ફોર્ડ બ્રાન્ડ હેઠળ ત્રણ નવા યુટિલિટી વિહિકલ્સ રજૂ કરે તેવી અપેક્ષા છે, જેમાં ન્યુ મીડસાઇઝ યુટિલિટી વિહિકલથી શરૂઆત થશે, જેમાં મહિન્દ્રા પ્રોડક્ટ પ્લેટફોર્મ અને પાવરટ્રેન કોમન રહેશે. સંયુક્ત સાહસમાં ઇલેક્ટ્રિક વિહિકલ ઉપર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફોર્ડ અને મહિન્દ્રા ઉભરતાં માર્કેટ્સમાં ટકાઉ મોબિલિટીની વૃદ્ધિને બળ આપવા માટે વાહનનો વિકસાવવા માટે સહકાર કરશે.

સોર્સિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને સંબંધિત ટેક્નોલોજીની ઉપલબ્ધતા સહિત ઓટોમોટિવ વેલ્યુ ચેઇનમાં અર્થતંત્રને બળ આપવા માટે સંયુક્ત સાહસ વધુ કાર્યક્ષમતા હાંસલ કરશે તેવી અપેક્ષા છે, જેથી ભારતમાં ફોર્ડ બ્રાન્ડને વધુ મજબૂત બનાવી શકાય. આ ઉપરાંત સંયુક્ત સાહસ ઉભરતાં માર્કેટ્સમાં ફોર્ડ અને મહિન્દ્રા બ્રાન્ડ્સની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ બની રહેશે.

આ સંયુક્ત સાહસ દ્વારા ફોર્ડ બ્રાન્ડનું ઉભરતાં માર્કેટ્સમાં ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનો ઉપયોગ કરશે, જેથી ફોર્ડ બ્રાન્ડેડ વિહિકલ્સની સાથે-સાથે મહિન્દ્રા પ્રોડક્ટ્સની નિકાસને સહયોગ મળી રહેશે. આજે મહિન્દ્રાના ઓટો બિઝનેસની આવકમાં નિકાસનો હિસ્સો આશરે 7 ટકા છે અને તેની પ્રોડક્ટ્સની નિકાસ દક્ષિણ આફ્રિકા, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અન ચીલી સહિતના અન્ય દેશો અને પ્રદેશોમાં થાય છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે, ભારત સહિતના ઉભરતાં અર્થતંત્રો ભવિષ્યમાં પ્રત્યેક ત્રણમાંથી એક વાહન ધરાવતા હોવાની સંભાવના છે. આ સંયુક્ત સાહસ પાસે વિશિષ્ટ પ્રોડક્ટ પોર્ટફોલિયો છે, જેમાં મહિન્દ્રા અને ફોર્ડના શેર્ડ પ્લેટફોર્મ્સ અને પાવરટ્રેન્સ, નવી ટેક્નોલોજી, ઉચ્ચ ગુણત્તાયુક્ત અને એન્જિનિયરિંગ ધોરણો સામેલ છે. આ સહયોગથી સંયુક્ત સાહસ પોતાના વાહનોને ભારતમાં સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરી શકશે તેમજ અન્ય ઉચ્ચ સ્પર્ધાત્મક ઉભરતાં માર્કેટ્સમાં ઉપલબ્ધ તકોને હાંસલ કરી શકશે.

ફોર્ડ ન્યુ બિઝનેસ અને ટેક્નોલોજી તથા સ્ટ્રેટેજીના પ્રેસિડેન્ટ જિમ ફાર્લેએ જણાવ્યું હતું કે, સંયુક્ત સાહસની રચના અમારી બંન્ને કંપનીઓના ઇતિહાસ માટે મહત્વપૂર્ણ ક્ષણ છે. આ પ્રકારના મજબૂત જોડાણ ફોર્ડ માટે મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે, જેનાથી તે ઉચ્ચ-વોલ્યુમ, સેગમેન્ટમાં વાજબી વાહનોમાં સ્પર્ધાત્મક બનશે. અમારી નિપૂંણતાને સાંકળવાથી અમે અમારા ગ્રાહકોને વધુ સ્થળો ઉપર વધુ વાહનો ઓફર કરી શકીશું તથા ફોર્ડ અને મહિન્દ્રા બંન્ને માટે નફાકારક વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.