મહિન્દ્રા એડવેન્ચર ‘ઓફ-રોડિંગ ટ્રોફી 2018-19’ની 7મી સિઝન સફળતાપૂર્વક સંપન્ન થઈ
કોડાગુનાં બોપૌયા કેએ “ઓફ-રોડર ઓફ ધ યર”નું ટાઇટલ અને નવી મહિન્દ્રા થાર 700 લિમિટેડ એડિશન જીતી
મુંબઈઃ મહિન્દ્રા એડવેન્ચર્સે સફળતાપૂર્વક ઓફ-રોડિંગ ટ્રોફી 2018-19 સંપન્ન કરી હતી, જેમાં કોડાગુનાં બોપૈયા કોન્ગેત્તિરાએ “ઓફ-રોડર ઓફ ધ યર”નું ટાઇટલ અને નવી મહિન્દ્રા થાર 700 લિમિટેડ એડિશન જીતી હતી. બે દિવસ સુધી યોજાયેલી (13-14 જુલાઈ) ઓફ-રોડિંગ ટ્રોફીની ફાઇનલમાં દેશભરનાં બેસ્ટ ઓફ-રોડર્સ વચ્ચે ટાઇટલ અને નવી થાર 700 લિમિટેડ જીતવા માટે રોમાચંક સ્પર્ધા જામી હતી. દેશમાં આ સૌથી મુશ્કેલી ઓફ-રોડિંગ અને સૌથી વધુ રિવોર્ડિંગ ઇવેન્ટ છે.
દેશભરમાંથી 10 ગ્રેટ એસ્કેપ્સનાં 31 વિજેતાઓએ ઓફ-રોડિંગ ટ્રોફી 2018-19માં ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ઇગતપુરીમાં મહિન્દ્રા એડવેન્ચર ઓફ-રોડ ટ્રેનિંગ એકેડેમીમાં 4×4 ટ્રેક પર યોજાઈ હતી.
ભારતની સૌથી સ્પર્ધાત્મક ઓફ-રોડ ચેલેન્જમાંની એક તરીકે આ રેસે સ્થાન જાળવી રાખ્યું છે. ચાલુ વર્ષે આ રેસ વધારે પડકારજનક બની હતી. પોઇન્ટ સિસ્ટમ જાળવી રાખીને દરેક અવરોધ પાર કરનાર ડ્રાઇવરને દરેક ફ્લેગ કલેક્ટ કરવા બદલ એનાં કુલ સ્કોરમાં 10 પોઇન્ટ ઉમેરવામાં આવ્યાં હતાં. વળી કોન સાથે દરેક ઘર્ષણમાં એનાં કુલ સ્કોરમાંથી 10 પોઇન્ટ ઓછાં થઈ જતાં હતાં.
સહભાગીઓને સ્પોટિંગ પોઇન્ટ તથા સેમિફાઇનલ અને ફાઇનલ ફોર્મેટ દૂર કરવાની જાણકારી આપવામાં આવી હતી. કોઈને રેસમાંથી બહાર કાઢવાનાં નહોતાં અને બે દિવસ સુધી સ્પર્ધા ચાલી હતી, જેમાં દરેક ડ્રાઇવરને 6 ખાસ ડિઝાઇન કરેલા અવરોધોને પાર કરવાનાં હતાં, જેમાં ડ્રાઇવિંગની કુશળતાની સાથે દબાણ હેઠળ ડ્રાઇવિંગ કરવાની ક્ષમતાની કસોટી થઈ હતી. ડ્રાઇવરને વિવિધ પ્રકારનાં ખડકાળથી લઈને કાદવકીચડ યુક્ત માર્ગો, ઉખડબાખડ માર્ગો, ખાડાખડિયા ધરાવતાં માર્ગો પરથી પસાર થવાનું હતું તેમજ વિવિધ સ્થિતિનો સામનો કરવાનો હતો.
સહભાગીઓએ 2 દિવસનાં ગાળામાં કેટલાંક પડકારજનક અવરોધોનો સામનો કર્યો હતો. ધ ગોફર ડેમ અવરોધમાં સહભાગીઓ થારને કેટલાંક તીવ્ર ચઢાણ અને ઉતારમાંથી પસાર થવાનું હતું, ત્યારે ફ્લેગ લેવાનાં હતાં અને કોન સાથે ટક્કર ટાળવાની હતી. આ અવરોધની સાથે W501 ક્લાઇમ્બ પાર કરવાનો હતું, જેનું નામ આગામી સેકન્ડ જનરેશન થાર પરથી રાખવામાં આવ્યું છે. આ 35 ફીટથી વધારે ઊંચાઈ ધરાવતું ચઢાણ પુરુષ ડ્રાઇવરો અને વાહન બંને માટે પડકાર હતો, જેને અનુભવી અને સૌથી વધુ કુશળ ડ્રાઇવર જ પાર કરી શકે.
દિવસનાં બીજા ભાગમાં સહભાગીઓએ ફરી એક વાર બે પડકારો ડીઆઇ 2.0 ચેલેન્જ અને એસયુવી ચેલેન્જ 2.0નો સામનો કર્યો હતો. ડીઆઇ 2.0માં સહભાગીઓને લાંબું ડ્રાઇવિંગ કરવાનો હતું, જેમાં તેમણે કાદવકીચડ ધરાવતાં ચઢાવઉતાર અને સાથે સાથે ખાસ ડિઝાઇન કરેલા ખાડામાંથી પસાર થવાનું હતું. અહીં અવરોધો પાર કરવામાં થ્રોટલ કન્ટ્રોલ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પણ અહીં પડકારનો અંત આવ્યો હતો. 20 પોઇન્ટ ધરાવતાં સુપર ફ્લેગને મેળવવાનાં પ્રયાસમાં ડ્રાઇવરોને ટ્રેક સાથે પડકારજનક ચઢાવઉતારને પાર કરવાનો હતો. બીજી તરફ, સહભાગીઓને એસયુવી ચેલેન્જ 2.0માં અનેક પડકારોનો સામનો કરવાનો હતો. અહીં લાંબા, ઊંડા ટ્રેકમાં વાહનનું સંતુલન રાખવાની કસોટી થઈ હતી, ત્યારે સાથ સાથે આ સપાટી સ્મૂધ હોવાથી વાહનનું સેટિંગ ખોરવાઈ ન જાય એનો પડકાર હતો. અહીં ગતિ જાળવવી સફળતાની ચાવી હતી. પ્રથમ દિવસ ચાર અવરોધો સાથે પૂરો થયો હતો.
બીજા દિવસે મુશ્કેલીનું સ્તર વધ્યું હતું. પોતાનાં વ્યૂહાત્મક સ્થાન સાથે સરપંચ ચેલેન્જમાં સુપર ફ્લેગ વિજેતાઓની રાહ જોતો હતો. તીવ્ર અને ઉખડબાખડ ધરાવતાં ઢાળ અને પછી ખડકાળ પટ્ટામાં સુપર ફ્લેગ સુધી પહોંચવુ લગભઘ અશક્ય હતું. એટલું જ નહીં પોઇન્ટ્સ ટેબલ માટે પણ નિર્ણાયક અવરોધો હતાં – જે ડ્રાઇવરોએ સંઘર્ષ કર્યો હતો અને અવરોધો પાર કરીને સોપાન કર્યું હતું એમને પોઇન્ટ આપવામાં આવ્યાં છે. આ ગેમ ચેન્જર પરિબળ હતું અને બ્લાઇન્ડ ઝોન સાથે નિર્ણાયક બન્યું હતું, જે મનોરંજક છતાં પડકારજનક અવરોધ હતો, જેમાં છીછરાં પાણી, કીચડયુક્ત ઢાળ અને તીવ્ર ડાળ એમ દરેક પ્રકારનાં પડકારો સામેલ હતાં.
મુશ્કેલ અવરોધો ધરાવતાં બે દિવસ પછી કર્ણાટકનાં કોડાગુનાં બોપૈયા કે વિજેતા થયાં હતાં અને તેમણે પ્રથમ ઇનામ, મહિન્દ્રા થાર 700 જીતી હતી. ત્યારબાદ બીજા સ્થાન વાયનાડનાં વિપિન વર્ગીસ અને ત્રીજા સ્થાને કેરળનાં અર્નાકુલમનાં એલન કે અબ્રાહમ વિજેતા થયાં હતાં. લેડીઝ કેટેગરીમાં ફરી એક વાર સતત બીજા વર્ગે સપના ગુરુકારે ટાઇટલ જીત્યું હતું.
આ સ્પર્ધાનો નિર્ણય મહિન્દ્રાની અંદર પ્રસિદ્ધ નિર્ણાયકોની પેનલે લીધો હતો. ગ્રેડિંગ સિસ્ટમ ફ્લેગ પોઇન્ટ, કમ્પ્લેશન બોનસ તથા વાહનની જાળવણી અને સલામતી માટે 5 પોઇન્ટ પર આધારિત હતી. તમામ અવરોધો મહત્તમ કટિબદ્ધ સમય ધરાવતાં હતાં, જેમાં સહભાગીઓને રસ પૂર્ણ કરવાની હતી અને આ અવરોધો પાર પાડવા સહભાગીઓને મહત્તમ પ્રયાસની તક આપવામાં આવી હતી. ઇવેન્ટ માટે તમામ વાહનો મહિન્દ્રા એડવેન્ચરે પ્રદાન કર્યા હતાં તથા એ ખાસિયતો અને ટાયરની દ્રષ્ટિએ સમાન હતાં. સમાનતા સ્થાપિત કરવા તમામ સહભાગીઓને સંપૂર્ણ સ્પર્ધામાં એકસમાન લાઇન પૂરી પાડવામાંથી આવી હતી, જેથી દરેક અવરોધ અગાઉ ક્રમ નક્કી થયો હતો.