મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નાના કોમર્શિયલ 1.70 લાખ વાહનો ગયા વર્ષે વેચ્યા
મહિન્દ્રાએ સ્મોલ કમર્શયિલ વ્હિકલ્સ (<3.5T GVW) સેગમેન્ટમાં 8મા વર્ષમાં #1 પોઝિશન જાળવી રાખી
મુંબઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ નાણાકીય વર્ષ 2021-22માં સ્મોલ કમર્શિયલ વ્હિકલ્સના 1,70,682 યુનિટનું વેચાણ કર્યું છે,
જે નાણાકીય વર્ષ 2020-21માં 1,51,889 યુનિટ થયું હતું. કંપનીએ 12.37 ટકાની વૃદ્ધિ કરી હતી અને સ્મોલ કમર્શિયલ વ્હિકલ (<3.5T GVW) સેગમેન્ટમાં 40.3 ટકા બજારહિસ્સા સાથે એની લીડરશિપને જાળવી રાખી હતી.
એસસીવી સેગમેન્ટ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની કરોડરજ્જુ છે, જે ચીજવસ્તુઓની અંતરિયાળ વિસ્તારોમાં ડિલિવરી કરવા મહત્વપૂર્ણ છે. મહિન્દ્રા એસસીવી પોર્ટફોલિયો 0.7 ટનથી 1.7 ટન પેલોડની બહોળી પ્રોડક્ટ રેન્જ ધરાવે છે, જે પસંદગીની બ્રાન્ડ્સમાં ડિઝલ, ગેસોલિન અને સીએનજી ઇંધણના વિકલ્પોમાં ઓફર થાય છે
તેમજ એના વિવિધ ગ્રાહકોની જુદી જુદી જરૂરિયાતો પૂર્ણ કરે છે, જેમાં કૃષિ ઉત્પાદનો, ડેરી, ઉપભોક્તા ચીજવસ્તુઓ, નિર્માણ સામગ્રી, લોજિસ્ટિક્સ, ફિશરીઝ અને કેશ વાન વગેરે સામેલ છે.
એસસીવી સેગમેન્ટની કામગીરી પર ટિપ્પણી એમએન્ડએમ લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝનના પ્રેસિડન્ટ વીજય નાકરાએ કહ્યું હતું કે, “વર્ષો દરમિયાન અમે અમારા ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે અને સૌથી ઓછા માલિકીના ખર્ચ (ટીસીઓ) સાથે ‘ટફ’, અતિ ‘વિશ્વસનિય’ અને સૌથી વધુ નફાકારક છે.
અમારી સતત માર્કેટ લીડરશિપ અમારી મૂલ્ય ખાસિયતોનો પુરાવો છે તથા મને વિશ્વાસ છે કે, અમે બજારની અપેક્ષાઓથી વધારે સારી કામગીરી કરવાનું ચાલુ રાખીશું અને અમારી પોઝિશનને વધારે મજબૂત કરશે.”
મહિન્દ્રા એસસીવીની રેન્જમાં જીતો, સુપ્રો, બોલેરો પિક-અપ અને બોલેરો મેક્સિટ્રક પ્લસ સામેલ છે, જે પેલોડ, પાવર, કામગીરી અને કાર્ગો સાઇઝને આધારે વિવિધ કિંમત પર સ્પર્ધાત્મક પોઝિશન ધરાવે છે. મહિન્દ્રા શ્રેષ્ઠ વોરન્ટી અને વેલ્યુ ઓફર દ્વારા એના ગ્રાહકોને માનસિક શાંતિ ઓફર કરે છે, ઉદાહરણ તરીકે, સુપ્રો પ્રોફિટ ટ્રક એની કેટેગરીમાં ઊંચા માઇલેજ સાથે ઊંચા નફાની ગેરન્ટી આપે છે.
મહિન્દ્રા 4000થી વધારે ટચપોઇન્ટનું બહોળા સેલ્સ અને સર્વિસ સપોર્ટનું નેટવર્ક પૈકીનું એક ધરાવે છે, જે ગ્રાહકો માટે સમગ્ર દેશ સુલભ બનાવી શકે છે. ઉત્કૃષ્ટ વેચાણ અને આફ્ટર સેલ્સ સર્વિસ પ્રદાન કરવા ઉપરાંત મહિન્દ્રા સમુદાયની ઓફર સાથે સક્રિય જોડાણ ધરાવે છે, જે વિવિધ ફાયદા આપે છે, જેમાં સલામતી અને સ્વચ્છતા પર કેટલાંક જાગૃતિ અભિયાનો ઉપરાંત 10 લાખ વીમાકવરેજ, મેરિટના આધારે ગ્રાહકોના બાળકો માટે શિક્ષણની શિષ્યાવૃત્તિ, હેલ્થ કવરેજ સામેલ છે.