મહિન્દ્રા ટ્રિઓ ઝોર ઇલેક્ટ્રિક લાસ્ટ માઇલ ડિલિવિરી વ્હિકલ્સે 1,000 યુનિટ્સના વેચ્યા
લોંચના માત્ર છ મહિનામાં જ અગ્રણી સ્થિતિ હાંસલ કરી
પાવર પેક્ડ પર્ફોમન્સઃ 8kWનો ઊંચો પાવર અને 42 Nm ટોર્ક. અન્ય કોઇ પણ ડિઝલ 3W કરતા ઊંચો પાવર. 550 કિલો**નો મહત્તમ ઇન-ક્લાસ પેલોડ
બેંગલુરુ, 19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે જાહેરાત કરી હતી કે તેનાં લોકપ્રિય મહિન્દ્રા ટ્રિઓ ઝોર ઇલેક્ટ્રિક થ્રી-વ્હિલર (કાર્ગો)એ 1,000 એકમના વેચાણનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. લોંચના માત્ર છ મહિનાની અંદર જ મહિન્દ્રા ટ્રિઓ ઝોર ભારતનું નંબર વન વેચાણ ધરાવતું ઇલેક્ટ્રિક કાર્ગો બન્યું છે અને તેની કેટેગરીમાં 59 ટકા* બજાર હિસ્સો હાંસલ કર્યો છે.
ઓક્ટોબર 2020માં લોંચ થયેલી મહિન્દ્રા ટ્રિઓ ઝોરે તેના વર્ગમાં શ્રેષ્ઠ ફીચર્સ દ્વારા અને ગ્રાહકોને મોટી બચત ઓફર કરીને ભારતમાં થ્રી-વ્હિલર કાર્ગો માર્કેટને ખોરવી નાખ્યું છે. મહિન્દ્રા ટ્રિઓ ઝોર લાસ્ટ માઇલ ડિલિવરી ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) તરીકે કસોટીમાંથી પાર ઉતરનારા ઇલેક્ટ્રિક થ્રી-વ્હિલર પ્લેટફોર્મ ટ્રિઓ પરથી બનાવવામાં આવી છે. ટ્રિઓનું સમગ્ર પ્લેટફોર્મની ડિઝાઇન અને બનાવટ ભારતમાં તૈયાર થઈ છે અને ટ્રિઓ ઝોર કંપનીના ઇલેક્ટ્રિક થ્રી-વ્હિલર પોર્ટફોલિયોમાં લેટેસ્ટ પ્રોડક્ટ છે.
આ પ્રસંગે ગ્રાહકોનો આભાર માનતા મહિન્દ્રા ઇલેક્ટ્રિક મોબિલિટીના સીઇઓ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, “ટ્રિઓ ઝોર મહિન્દ્રા માટે ગેમચેન્જર છે, ખાસ કરીને અમારા ગ્રાહકો માટે જેમણે ઇ-મોબિલિટી તરફ ભારતના ઝુકાવમાં આગેવાની લીધી છે. તેની ગ્રાહક કેન્દ્રી ડિઝાઇન અસરકારક પર્ફોમન્સને જોતાં ટ્રિઓ ઝોર ઊંચી બચત ઓફર કરે છે, જેની અપેક્ષા ગ્રાહકો લાસ્ટ માઇલ ઇલેક્ટ્રિક વ્હિકલ પાસેથી રાખતા હોય છે.
અમને એ વાતનો આનંદ છે કે અગ્રણી ઇ-કોમર્સ કંપનીઓ અને તેમના ફ્લીટ ઓપરેટર્સ માટે અમે પસંદગીનું ડિલિવરી વાહન બન્યા છીએ. ટ્રિઓ ઝોર પસંગ કરવા બદલ અને અમને આ સેગમેન્ટમાં અગ્રણી પોઝિશન મેળવવામાં મદદ કરવા બદલ અમે અમારા તમામ ગ્રાહકોનો આભાર માનીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે મહિન્દ્રા ટ્રિઓ ઝોરને તાજેતરમાં યોજાયેલા 12મા એપોલો સીવી એવોર્ડ્સમાં બેસ્ટ એસસીવી ઓફ ધ યરનો મહત્વાકાંક્ષી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ટ્રિઓ ઝોરે નવીનીકરણ, બજારમાં પ્રસ્તુતતા, કિંમત અને માલિકીનો કુલ ખર્ચ જેવા મહત્વના અનેક માપદંડોમાં નિર્ણાયકગણને આકર્ષિત કર્યા હતા. મહિન્દ્રાની લેટેસ્ટ ઇવી ઓફર કંપની માટે ખૂબ સફળ રહી છે અને તેનાથી ભારતમાં ઇવીનો પ્રસાર પણ વધી રહ્યો છે.
આ ઉપરાંત, મહિન્દ્રા ટ્રિઓની ઇલેક્ટ્રિક થ્રી-વ્હિલર્સની રેન્જે 8,000 યુનિટ્સના વેચાણનું સીમાચિહ્ન વટાવ્યું છે અને દેશભરના 400થી વધુ જિલ્લાઓમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. કુલ મળીને, ટ્રિઓ રેન્જે ભારતીય માર્ગો પર ચાર કરોડ કિલોમીટરનું અંતર આવરી લીધું છે, જેનાથી 2200 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડની બચત થઇ છે, જે એક લાખ વૃક્ષો વાવવા બરાબર છે.