Western Times News

Gujarati News

મહિન્દ્રા સુપ્રો મિનિટ્રક VXએ સુપ્રો પ્લેટફોર્મ મોડલ રેન્જનું વિસ્તરણ કર્યું

અમદાવાદ:  20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે કંપનીનાં લોકપ્રિય મિનીટ્રક પ્લેટફોર્મનાં નવા વેરિઅન્ટ સુપ્રો મિનીટ્રક VX લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ VX વેરિઅન્ટ રૂ. 4.4 લાખ (એક્સ-શોરૂમઅમદાવાદ)ની સ્પર્ધાત્મક કિંમતે સંવર્ધિત ખાસિયતો ઓફર કરે છે, જે એને ગ્રાહકો માટે વધારે ઉપયોગી બનાવે છે.

આ VX વેરિઅન્ટ આ જ વાહન સાથે વ્યવસાયની ઇન્ટરસિટી અને ઇન્ટ્રાસિટી જરૂરિયાતો અસરકારક રીતે પૂરી પાડવા બનાવવામાં આવ્યું છે. આ મહિન્દ્રાનાં પાવરફૂલ ડીઆઈ એન્જિન દ્વારા સંચાલિત છે, જે હેવી લોડ સાથે શ્રેષ્ઠ પિકઅપ માટે 26એચપી અને 55એનએમ ટોર્ક પ્રદાન કરે છે. ઉપરાંત સુપ્રો મિનીટ્રક VX 900 કિલોગ્રામની પેલોડ ક્ષમતા અને મોટાં કાર્ગો બોક્ષનું પરિવહન કરવાની સુવિધા આપે છે, જે ખરાં અર્થમાં એની બ્રાન્ડની ખાતરી “બડા મિનીટ્રક”ને પૂર્ણ કરે છે.

મોટા 13 ઇંચનાં ટાયર અને 170 એમએમનાં ગ્રાઉન્ડ ક્લીઅરન્સ સાથે સજ્જ આ વાહન સાથે યુઝર વધારે લોડ સરળતાપૂર્વક, ઇંધણનાં ઓછાં ખર્ચે વહન કરી શકશે તેમજ આવક વધારીને ટર્ન-એરાઉન્ડ ટાઇમને ઝડપી બનાવી શકશે.

આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં સ્મોલ કમર્શિયલ વ્હિકલ્સનાં બિઝનેસ હેડનાં શ્રી સતિન્દર સિંઘ બાજવાએ કહ્યું હતું કે,“સુપ્રો બ્રાન્ડ શ્રેષ્ઠ માઇલેજ, ઉત્તમ પાવર, લોડ વહન કરવાની અસરકારક ક્ષમતા ધરાવે છે તેમજ એનાં ગ્રાહકોને ઊંચી આવક આપે છે. અમે અમારાં ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવી ઓફર પ્રસ્તુત કરવા પ્રયાસ કરીએ છીએ. અમે પ્રોડક્ટની ક્ષમતા, એની ગુણવત્તા, આવકની સંભવિતતા, ખડતલતા અને બ્રાન્ડ મહિન્દ્રાની વિશ્વસનિયતા પર ગ્રાહકોને ભરોસો  જીત્યો છે.”

સુપ્રો મિનીટ્રક VX મહિન્દ્રાની ઓળખ સમાન ફ્રન્ટ ગ્રિલ ડિઝાઇન ધરાવે છે, જે રોડ પર આક્રમક લૂક અને આકર્ષક હાજરી ધરાવે છે. હેડલેમ્પ ફરતે સ્ટાઇલિશ રેપ નવા વેરિઅન્ટની સંપૂર્ણ સ્ટાઇલિંગની સુંદરતામાં વધારો કરે છે. ફ્રન્ટ નોઝ ડિઝાઇન, ઇએલઆર સીટબેલ્ટ અને LSPV સાથે નવી એક્સ-સ્પ્લિટ બ્રેક સલામતી તરફ દોરી જાય છે તથા વાહનને શ્રેષ્ઠ સ્થિરતા આપે છે. ખડતલ અને મજબૂત બોડી ડિઝાઇન સુરક્ષાનું સ્તર ઉમેરે છે અને વાહન કોઈ પણ પ્રકારની જમીન પર સરળતાપૂર્વક ફરી શકે એવી ખાતરી
આપે છે.

ઉપરાંત માનસિક શાંતિ માટે સુપ્રો મિનીટ્રક 3 વર્ષ/80,000 કિલોમીટરની અપવાદરૂપ વોરન્ટી સાથે આવે છે. ઉદય પ્રોગ્રામનાં સભ્યોને અન્ય લાભ સાથે રૂ. 10 લાખનું આજીવન વીમાકવચ મળે છે. આ ઉપરાંત મહિન્દ્રાનું વિસ્તૃત ડિલર નેટવર્ક અને 2,600 મહિન્દ્રા મિત્ર ટેકનિશિયન્સ સરળ રિપેર અને મેઇન્ટેનન્સની સુવિધા આપે છે.

સુપ્રો પ્લેટફોર્મ બજારનાં વિવિધ સેગમેન્ટની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેમાં કાર્ગો અને પેસેન્જર મૂવમેન્ટ સામેલ છે, ત્યારે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ પ્રદાન કરે છે. અત્યારે સુપ્રો બ્રાન્ડ ભારતમાં પેસેન્જર અને કાર્ગો વાહનોની વિસ્તૃત રેન્જ ઓફર કરે છે, જેમાં ડિઝલ, સીએજી અને ઇલેક્ટ્રિકમાં 11 વેરિઅન્ટ ઓફર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.