Western Times News

Gujarati News

મહિન્દ્રા 575 DI XP પ્લસએ ITOTY એવોર્ડ્ઝમાં ઇન્ડિયા ટ્રેક્ટર ઓફ ધ યર 2022 એવોર્ડ જીત્યો 

મહિન્દ્રા નોવો 755 DIને 60HPથી વધારે કેટેગરીમાં વર્ષના બેસ્ટ ટ્રેક્ટરનો એવોર્ડ પણ મળ્યો 

મુંબઈ, વિશ્વમાં વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક મહિન્દ્રા ઇક્વિપમેન્ટ સેક્ટરની મહિન્દ્રા ટ્રેક્ટર્સને નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ટ્રેક્ટર ઓફ ધ યર (ITOTY) એવોર્ડની ત્રીજી એડિશનમાં ચાર એવોર્ડ મળ્યાં હતાં.

મહિન્દ્રા 575 DI XP પ્લસ માટે ઇન્ડિયન ટ્રેક્ટર ઓફ ધ યર 2022 ,  મહિન્દ્રા નોવો 755 DI માટે બેસ્ટ ટ્રેક્ટર એબાવ 60HP
ભારતની સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ટ્રેક્ટર ઉત્પાદક, મહિન્દ્રા શ્રી ચાઇલ્ડ સ્કોલરશિપ પ્રોગ્રામ માટે બેસ્ટ CSR ઇનિશિયેટિવ 2022

મહિન્દ્રા 575 DI XP પ્લસ – ઇન્ડિયન ટ્રેક્ટર ઓફ ધ યર 

ગયા વર્ષે પ્રસ્તુત થયેલું મહિન્દ્રા 575 DI XP પ્લસ વર્ષ 2022માં સૌથી વેચાણ થયું ટ્રેક્ટર હતું અને 40થી 50 HP કેટેગરીમાં સૌથી મજબૂત બ્રાન્ડ છે; ખરાં અર્થમાં મહિન્દ્રા ટ્રેક્ટર્સ ટફ હાર્ડમ બ્રાન્ડ પોઝિશનિંગ પૂરી કરે છે.

પોતાની કેટેગરીમાં સૌથી વધુ મજબૂત અને વિશ્વસનિય ટ્રેક્ટર્સ પૈકીનું એક મહિન્દ્રા 575 DI XP પ્લસ અસાધારણ હોલેજ (ખેંચાણ-વહન) ક્ષમતા માટે જાણીતું છે અને વાવણી અગાઉ અને લણણી પછી સુધી વિવિધ પ્રકારની કૃષિલક્ષી કામગીરીઓ માટે ઉપયોગી થઈ શકે છે.

કામગીરી અને ઇંધણદક્ષતાનો શ્રેષ્ઠ સમન્વય પ્રદાન કરવા બનાવેલું મહિન્દ્રા 575 DI XP પ્લસ એક 2WD ટ્રેક્ટર છે, જે 35 kW (46.9 HP) ફોર-સિલિન્ડર ELS DI એન્જિન, સરળ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશ અને 1480 કિલોગ્રામ એડવાન્સ્ડ ADDC હાઇડ્રોલિક્સ હાઈ લિફ્ટ ક્ષમતા ધરાવે છે. ટ્રેક્ટર છ-વર્ષની વોરન્ટી પણ ધરાવે છે.

મહિન્દ્રા નોવો 755 DI – બેસ્ટ ટ્રેક્ટર એબાવ 60HP 

મહિન્દ્રા નોવો 755 DI ભારતમાં સૌથી વધુ પાવરફૂલ ટેકનોલોજીકલી અત્યાધુનિક 4WD ટ્રેક્ટર્સ પૈકીનું એક છે, જે જમીનની વિવિધ સ્થિતિ અને ખેતીની સિઝન માટે બનાવવામાં આવ્યું છે તથા દરેક સમયે શ્રેષ્ઠ પરિણામ સુનિશ્ચિત કરે છે. 55.2 kW (74.0 HP) ફોર-સિલિન્ડર એન્જિન, રેટેડ RPM (r/min) 2100, 30 અલગઅલગ સ્પીડ વિકલ્પ જેવી ટેકનોલોજી ખાસિયતો આ ટ્રેક્ટરને પ્રચૂર ક્ષમતા ધરાવતું બનાવે છે.

ભારતનું સૌથી ઝડપથી વૃદ્ધિ કરતી ટ્રેક્ટર ઉત્પાદક – મહિન્દ્રા ટ્રેક્ટર્સ

મહિન્દ્રા ટ્રેક્ટર્સ ત્રણ દાયકાથી વધારે સમયથી ભારતની નંબર 1 ટ્રેક્ટર બ્રાન્ડ છે. વર્ષ 1963માં અમેરિકાની ઇન્ટરનેશનલ હાર્વેસ્ટર ઇન્ક. સાથે સંયુક્ત સાહસ મારફતે ભારતીય બજારમાં પ્રથમ ટ્રેક્ટર પ્રસ્તુત કર્યા પછી માર્ચ, 2019માં 3 મિલિયન ટ્રેક્ટરનું વેચાણ કરનારી પ્રથમ ભારતીય ટ્રેક્ટર બ્રાન્ડ બની હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને થયેલું વેચાણ સામેલ છે. દુર્ગમ અને જટિલ વિસ્તારમાં પોતાની ઉત્કૃષ્ટ નિર્માણ ગુણવત્તા અને કામગીરી માટે જાણીતા મહિન્દ્રાના ટ્રેક્ટર્સે કંપનીને ડેમિંગ એવોર્ડ અને જાપાનીઝ ક્વોલિટી મેડલ એમ બંને મેડલ્સ અપાવ્યાં છે. કંપની આ સીમાચિહ્ન હાંસલ કરનાર એકમાત્ર ટ્રેક્ટર ઉત્પાદક છે અને અત્યારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારો માટે વિવિધ કામગીરી માટે ઉપયોગ સૌથી વધુ વિવિધતાસભર ટ્રેક્ટર્સ વિકસાવતી કંપની પૈકીની એક છે.

મહિન્દ્રા છ ખંડોના 50થી વધારે દેશોમાં કામગીરી ધરાવે છે, જેમાં ભારતની બહાર કંપની માટે અમેરિકા સૌથી મોટું બજાર છે. અત્યારે મહિન્દ્રા ઉત્તર અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો, ફિનલેન્ડ, તુર્કી અને જાપાનમાં પેટાકંપનીઓ મારફતે દુનિયામાં આંતરરાષ્ટ્રીય ઉત્પાદન અને એસેમ્બલી કામગીરી ધરાવે છે. ભારતમાં મહિન્દ્રા મુંબઈ, નાગપુર, રુદ્રપુર, જયપુર અને ઝહીરાબાદમાં ઉત્પાદન સુવિધા ધરાવે છે.

મહિન્દ્રા શ્રી – શ્રેષ્ઠ સીએસઆર પહેલ

મહિન્દ્રાની ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરની બ્રાન્ડ કૃષિને પરિવર્તન કરવાની અને જીવનને સમૃદ્ધ કરવાની ખાતરી આપે છે. ‘મહિન્દા શ્રી’ એક અખિલ ભારતીય શિષ્યાવૃત્તિ કાર્યક્રમ છે, જે ઓછી આવક ધરાવતા ખેડૂતોના બાળકોને આપવામાં આવે છે, જેમણે વર્ષ 2020-21માં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ પાસ કરી છે.

2,00,000થી વધારે ખેડૂતો આ કાર્યક્રમનો ભાગ હોવાની સાથે મહિન્દ્રા શ્રી એક એવી પહેલ છે, જે ખેડૂતો અને તેમના પરિવારજનોના જીવનનું ઉત્થાન કરવા કામ કરે છે. મહિન્દ્રા ટ્રેક્ટર્સે વર્ષ 2022માં અખિલ ભારતીય સ્તરે ઓછી આવક ધરાવતા ખેડૂતોના 1000 વિદ્યાર્થીઓ માટે શિષ્યાવૃત્તિની જાહેરાત કરી હતી. મહિન્દ્રા ટ્રેક્ટર્સે આંતરરાષ્ટ્રીય યુનાઇટેડ વે નેટવર્ક સાથે સંલગ્ન સેવાભાવી સંસ્થા (એનજીઓ) ‘યુનાઇટેડ વેઝ ઇન્ડિયા’ સાથે જોડાણ કર્યું છે.

ITOTYએ વર્ષ 2019માં ટ્રેક્ટર જંક્શનની શરૂઆત કરી હતી, જે એક પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ દુનિયામાં ટ્રેક્ટરના સૌથી મોટા બજાર ભારતમાં ટ્રેક્ટર અને કૃષિ ઉપકરણ ઉત્પાદકોના કાર્ય અને પ્રયાસોને બિરદાવે છે. ITOTY એવોર્ડ્ઝનો નિર્ણય જ્યુરીના સભ્યો કરે છે, જેમાં સમગ્ર દેશમાંથી કૃષિ ઉપકરણ નિષ્ણાતો સામેલ હોય છે, જેઓ તટસ્થ રીતે મતદાન કર્યા પછી સૌથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારની પસંદગી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.