Western Times News

Gujarati News

મહિમા ચૌધરીની દીકરીને ફેન્સે મમ્મીની કોપી કહી

મુંબઈ: બોલિવૂડ ફિલ્મ ‘પરદેસ’થી જાણીતી થયેલી એક્ટ્રેસ મહિમા ચૌધરી હાલમાં જ દીકરી અરિયાના સાથે મુંબઈમાં એક ક્લિનિકની બહાર જાેવા મળી હતી. સોશિયલ મીડિયા પર હવે એક્ટ્રેસ મહિમા ચૌધરી અને તેની દીકરી અરિયાના સાથેનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોગ્રાફ્સમાં મહિમા ચૌધરી બ્લેક ડ્રેસ અને કેપમાં જાેવા મળી હતી. ત્યારે તેની દીકરી અરિયાના વ્હાઈટ ટીશર્ટ, કાર્ગો તથા વ્હાઈટ સ્નીકર્સમાં જાેવા મળી હતી.

મહિમા ચૌધરી અને તેની દીકરી અરિયાનાના આ ફોટોગ્રાફ્સ અને વિડીયો પર ફેન્સે પણ ઘણી પ્રતિક્રિયા આપી હતી. એક્ટ્રેસ મહિમા ચૌધરીની દીકરી અરિયાનાના આ ફોટોગ્રાફ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતું કે ‘મમ્મીની કાર્બન કૉપી, વેરી પ્રિટી અને ક્યૂટ.’ જ્યારે અન્ય યૂઝરે કોમેન્ટ કરી હતી કે ‘કેટલી ક્યૂટ છે આ.’ ત્યારે બીજા યુઝરે લખ્યું હતું કે ‘સુપર ક્યૂટ અને ઈનોસન્ટ ચાઈલ્ડ.

અહીં નોંધનીય છે કે ૯૦ના દાયકાની બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ વર્ષ ૨૦૦૬માં આર્કિટેક્ટ બિઝનેસમેન બોબી મુખરજી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૩માં તેઓ છૂટા થયા હતા. મહિમા ચૌધરીએ વર્ષ ૧૯૯૭માં ફિલ્મ ‘પરદેસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરુખ ખાન હતો અને ફિલ્મ સુપરહિટ રહી હતી. એક્ટ્રેસ મહિમા ચૌધરીની અન્ય જાણીતી ફિલ્મોમાં ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘દાગઃ ધ ફાયર, ધડકન, કુરુક્ષેત્ર, દિલ હે તુમ્હારા, દિલ ક્યા કરે અને ‘લજ્જા’ વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.