મહિલાએ અંગદાન કરતા પાંચ લોકોને નવજીવન મળ્યું
વડોદરા, ગુજરાતમાં પાછલા થોડા સમયથી અંગદાન બાબતે લોકો ઘણાં જાગૃત થયા છે. પરિવારના લોકો પોતાના સ્વજનના અંગદાનનો ર્નિણય લઈને તેમને હંમેશા માટે જીવંત રાખવા માંગે છે. વડોદરામાં પણ ગુરુવારના રોજ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ૩૭ વર્ષીય ધૃણાલી પટેલની સારવાર શહેરની ભાઈલાલ અમિન જનરલ હોસ્પિટલમાં ચાલી રહી હતી.
બુધવારના રોજ તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ગુરુવારના રોજ તેમના પરિવારના લોકોએ અંગદાનનો ર્નિણય લીધો અને પાંચ લોકોને નવજીવન મળ્યું. ધૃણાલીના એકાએક નિધનને કારણે આખો પરિવાર શોકમાં ગરકાવ હતો. તેમના માટે હકીકતનો સ્વીકાર કરવો મુશ્કેલ હતો.
પરંતુ તેમણે હિંમત રાખીને આ ર્નિણય લીધો. ધૃણાલી પટેલના પતિ રાકેશ પટેલ જણાવે છે કે, ડોક્ટર્સે અમને જણાવ્યું કે તેના અંગો સારી સ્થિતિમાં છે. માટે અમે પરિવારના લોકોએ ભેગા મળીને ચર્ચા કરી અને આખરે અંગો ડોનેટ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. અમે આ બાબતે હોસ્પિટલ પ્રશાસન સાથે પણ ચર્ચા કરી હતી.
દર્દીની બે કિડની, લિવર, ફેફસા અને હૃદય અલગ અલગ વ્યક્તિઓને દાન કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ધૃણાલી પટેલને બે દિવસ પહેલા BAGH હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેઓ rheumatoid arthritis(સંધિવા)થી પીડિત હતા અને તાજેતરમાં જ તેમણે IPT માટે પણ સારવાર કરાવી હતી. આ બીમારીમાં દર્દીના શરીરમાં લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે.
સીટી-એમઆરઆઈના રિપોર્ટમાં જાેવા મળ્યું કે તેમના બ્રેઈન સ્ટેમ વધારે પ્રભાવિત થયા છે અને સારવારની શક્યતા ઘણી ઓછી છે. માટે તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. મ્છય્ૐના મેડિકલ સર્વિસિસ વિભાગના વડા ડોક્ટર સચિન જૈન જણાવે છે કે, તેઓ વેન્ટિલેટર પર હતા.
હોસ્પિટલની તબીબોની ટીમે તેમના પરિવારના સભ્યોને સ્થિતિ વિષે જાણકારી આપી. તેમણે અંગો દાન કરવાનો ર્નિણય લીધો. અંગદાન એ સૌથી મોટું અને મહત્વનું દાન છે. ઉલ્લેખનીય છે કે દર્દીનું હૃદય ફરિદાબાદના એક દર્દીને ડોનેટ કરવામાં આવ્યું, જ્યારે ફેફસા ચેન્નાઈ મોકલવામાં આવ્યા. બન્ને કિડની વડોદરાના એક દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી જ્યારે લિવર અમદાવાદ મોકલવામાં આવ્યું.SSS