મહિલાએ કેન્સર હોવાનું નાટક કરીને ૮૧ લાખની રકમ ભેગી કરી.
મહિલા ૭ વર્ષથી ડોનેશન માગી રહી હતી.
સેન જાેસ, કેલિફોર્નિયામાં રહેતી અમાન્ડાએ પોતાની બીમારી વિશે ખાતરી આપવા માટે લિમ્ફોમા કેન સક ઈટ નામનો બ્લોગ શરૂ કર્યો
નવી દિલ્હી,કોઈ સપનામાં પણ ઈચ્છતું નથી કે કેન્સર જેવી બીમારી કોઈને પણ થાય. આ રોગ વ્યક્તિને માનસિક અને શારીરિક રીતે તોડી નાખે છે, તેની સારવારમાં ખર્ચો પણ એટલો જ થાય છે. આવી સ્થિતિમાં ઘણી વાર લોકો ઇલાજ માટે જાહેર દાનનો પણ આશરો લે છે. અમેરિકાની એક મહિલા છદ્બટ્ઠહઙ્ઘટ્ઠ ઝ્રરિૈજંૈહી ઇૈઙ્મીઅએ પણ તેને કેન્સર હોવાનું કહીને ૭ વર્ષ સુધી લોકો પાસેથી ડોનેશન એકત્ર કર્યું.
ત્યારે સત્ય બહાર આવ્યું તો તે ચોંકાવનારું હતું. કેલિફોર્નિયામાં રહેતી અમાન્ડા ક્રિસ્ટીન રિલેએ કહ્યું કે તેને હોજકિન્સ લિમ્ફોમા છે. વર્ષ ૨૦૧૨માં એક ૩૭ વર્ષની મહિલાએ પોતાને કેન્સરનું આ ખતરનાક સ્વરૂપ હોવાનો દાવો કર્યો હતો. તેણે તેની સારવારમાં થયેલા ખર્ચ માટે ઓનલાઈન ડોનેશન પણ માંગવાનું શરૂ કર્યું. આ દરમિયાન લોકોએ મહિલા પ્રત્યે ખૂબ સહાનુભૂતિ દર્શાવી અને તેની આર્થિક મદદ માટે આગળ આવ્યા.
સેન જાેસ, કેલિફોર્નિયામાં રહેતી અમાન્ડાએ પોતાની બીમારી વિશે ખાતરી આપવા માટે લિમ્ફોમા કેન સક ઈટ નામનો બ્લોગ શરૂ કર્યો અને તેના વાળ મુંડાવ્યા અને કેન્સર સાથેના તેના સંઘર્ષની વાર્તાઓ લખી. મહિલાને તેના સંઘર્ષમાં મદદ કરવા માટે લોકોએ તેના ખાતામાં પૈસા નાખવાનું શરૂ કર્યું. ૭ વર્ષની અંદર કુલ ઇં૧૦૫,૫૧૩ એટલે કે ભારતીય ચલણમાં ૮૧ લાખ ૨૦ હજાર રૂપિયાથી વધુ રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેણે તેના પરિવાર સાથે પણ કેન્સર વિશે ખોટું બોલ્યું હતું.
મહિલાની આ સ્કીમ વર્ષ ૨૦૧૯માં ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ દ્વારા શોધી કાઢવામાં આવી હતી, ત્યારબાદ મહિલા પર વાયર ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેનો ગુનો સાબિત થયો હતો અને તેને ૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેણે નકલી કેન્સરના નામે જે રકમ એકઠી કરી છે તે તમામ રકમ પરત કરવાનો પણ કોર્ટે તેને આદેશ આપ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ તે ૩ વર્ષ સુધી પોલીસની દેખરેખમાં રહેશે. મેલના અહેવાલ મુજબ, તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરનારા મોટાભાગના લોકો તેના પરિવાર, મિત્રો અને ચર્ચના હતા. આ સિવાય તેને કેટલાક ફંડ રેઈઝર દ્વારા પણ પૈસા મળ્યા હતા.sss