મહિલાએ ટાઈમ પાસ માટે લોટરી લીધી, ઈનામ લાગ્યું
તલાહસ્સી: અમેરિકાના મિસૌરીમાં ફ્લાઈટ કેન્સલ થવાને કારણે એક મહિલાનું નસીબ જાગી ગયું. આ મહિલા જ્યારે બીજી ફ્લાઈટની રાહ જાેઈ રહી હતી તો તે વખતે લોટરીની અમુક ટિકિટ ખરીદી. આમાંથી એક ટિકિટથી તેને ૧૦ લાખ ડોલરનું ઈનામ મળ્યું છે. મહિલાએ ટાઈમ પાસ માટે લોટરીની ટિકિટ લીધી અને આટલી મોટી રકમ હાથ લાગી ગઈ. મહિલાની આ વાત અત્યંત ઝડપથી વાયરલ થઈ રહી છે.
ફ્લોરિડા લોટરી કીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે મિસૌરીના કેનસસ સિટીના ૫૧ વર્ષીય મહિલા એન્જેલા કૈરાવેલાએ ‘ધ ફાસ્ટેસ્ટ રોડ ટુ યુએસડી ૧૦૦૦૦૦૦’ સ્ક્રેચ ગેમમાં ૧૦ લાખ ડોલરનંમ ઈનામ જીત્યું છે. તેણે જીતેલી રકમને એકસાથે ઉપાડવાનો વિકલ્પ પસંદ કર્યો. તેને લગભગ ૭૯૦૦૦૦ ડોલર મળશે.
એન્જેલા જણાવે છે કે મારી ફ્લાઈટ અચાનકથી કેન્સલ થઈ તો મને એવુ લાગ્યું કે જાણે કંઈ અજીબ થવાનું છે. સમય પસાર કરવા માટે મેં થોડી ટિકિટ ખરીદી અને સદ્દનસીબે ૧૦ લાખ ડોલર જીતી ગઈ. ઉલ્લેખનીય છે કે તેણે તાંપાના પૂર્વમાં સ્થિત બ્રેન્ડનમાં પબ્લિક્સ સુપરમાર્કેટમાંથી આ ટિકિટ ખરીદી હતી. આ સ્ટોરને ટિકિટ વેચવા માટે ૨૦૦૦ ડોલર બોનસ તરીકે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જે ગેમ કૈરાવેલા જીતી છે, તેની શરુઆત ૨૦૨૦માં થઈ ગતી. આ રમતમાં સૌથી મોટું ઈનામ ૧૦ લાખ ડોલરનું છે. આ પહેલા પણ અમેરિકામાં ઘણાં લોકો લોટરીને કારણે રાતોરાજ ધનિક બની ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં લોટરીની રમત કાયદાકીય રીતે માન્ય છે. જાે કે, દુનિયાના અનેક દેશો એવા છે જ્યાં લોટરીની રમતને કાયદાકીય રીતે સ્વીકારવામાં આવતી નથી. આ પ્રકારની પ્રવૃત્તિને ગુનાહિત્ત પ્રવૃત્તિ માનવામાં આવે છે.