Western Times News

Gujarati News

મહિલાએ નગ્ન થઈને વૃદ્ધ પાસે ૧૩ લાખ માગ્યા

Files Photo

અમદાવાદ: શહેરમાં થોડા દિવસો પહેલા જ મહિલા ક્રાઇમમાં ત્રણથી ચાર હનીટ્રેપની ફરિયાદો આવી હતી. જેમાં ડિસમિસ પોલીસકર્મી અને વકીલ સંડોવાયેલા હતા. ત્યારે વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ૬૧ વર્ષીય વૃદ્ધનો એક મહિલાએ સંપર્ક કરી આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાનું કહી નોકરી શોધી આપવાનું કહી મુલાકાત કરી હતી. બાદમાં બર્થડે પર હોટલમાં જવાનું કહી વૃદ્ધને હોટલમાં લઈ જઈ આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધના કપડા ઉતરાવી તેઓને બહોપાશમાં જકડી લીધા હતા. તેવામાં કેટલાક લોકો આવ્યા અને મહિલા સાથે ખોટું કર્યું છે,

પોલીસકેસ કરીશું અને ગુનો નોંધાવવાની ધમકી આપી ૧૩ લાખની માંગણી કરી હતી. મહિલાએ વૃદ્ધ સામે ફરિયાદ પણ નોધાવી હતી. જ્યારે આ મામલે પોલીસ વૃદ્ધ પાસે પહોંચી તો આ સમગ્ર કૌભાંડ સામે આવતા પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ અમરેલીના અને હાલ બાપુનગરમાં રહેતા ૬૧ વર્ષીય વૃદ્ધ તેમના પત્ની સાથે રહે છે. તેઓને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. દસેક દિવસ પહેલા આ વૃદ્ધના ફોન પર એક ફોન આવ્યો હતો. જેમાં સામે ફોન કરનાર વ્યક્તિએ પોતે મેં આશા બોલ રહી હું મુજે નોકરી કી જરૂરત હે.

જેથી આ વૃદ્ધએ આ યુવતીને ક્યાં રહે છે તેવું પૂછતાં તેને મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતી હોવાનું જણાવ્યું હતું. બાદમાં વૃદ્ધએ કઠવાડા જીઆઇડીસીમાં નોકરી મળશે તેવું કહેતા યુવતીએ તે સ્થળ દૂર પડશે તેમ કહ્યું હતું. બાદમાં યુવતીએ કૃષ્ણનગર પાસે કોઈ નોકરી હોય તો જણાવજાે તેમ કહી વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ મહિલાએ વિજયપાર્ક આ જાના તેમ કહી વૃદ્ધને મળવા બોલાવ્યા હતા. પણ વૃદ્ધ

ત્યાં જવાનું ભૂલી ગયા અને તેઓ મંદિર દર્શન કરવા નીકળી ગયા હતા. ત્યાં દર્શન કરતા હતા ત્યાં જ આ મહિલાનો ફોન આવ્યો અને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા આવવાનું જણાવ્યું હતું. બાદમાં વૃદ્ધ ત્યાં પહોંચતા જ મહિલા બાઇક પર બેસી ગઈ અને વૃદ્ધ તેમને ઓળખીતાની ઓફિસે લઈ ગયા હતા. પણ ત્યાં નોકરી માટે નક્કી ન થતા મહિલા વૃદ્ધ સાથે પરત કૃષ્ણનગર આવી હતી. ત્યાં આ મહિલાએ વૃદ્ધ પાસે ૧૦૦ રૂ. માગતા વૃદ્ધએ ૧૦૦ રૂ. આપ્યા હતા. બાદમાં સાંજે આ મહિલાનો ફોન આવ્યો હતો અને તેને મળવાનું કહ્યું હતું. પણ મહિલાએ ફોન કરી કહ્યું કે, તે ભાભી સાથે સિવિલ હૉસ્પિટલમાં છે અને તેને મોડું થવાનું છે જેથી બીજે દિવસે સૈજપુર મળવાના મેસેજ કર્યા હતા.

બાદમાં આ મહિલા વૃદ્ધ ને મળી અને કહ્યું કે, તેને તેમની સાથે વાત કરવી છે. જેથી વસ્ત્રાલ દાદાના મંદિર પાસે જઈ વાત કરશે. વૃદ્ધએ કહ્યું કે, અહીં જ વાત કરીએ તો મહિલાએ કહ્યું કે, તેને અહીં ઓળખીતા ઘણા છે એટલે વૃદ્ધ તેને વસ્ત્રાલ લઈ ગયા હતા. ત્યાં પહોંચી મહિલાએ પિતાની આર્થિક પરિસ્થિતિની સમસ્યા જણાવતા વૃદ્ધએ પટેલનો દીકરો શોધી લગ્ન કરાવવાનું કહ્યું હતું. જાેકે મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી.

બાદમાં પરમદિવસે બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને હોટલમાં જવાનું કહ્યું હતું. વૃદ્ધએ જણાવ્યું કે, હોટલમાં તો આઈડી પ્રુફ માંગે છે તો મહિલાએ કહ્યું કે, તેની પાસે બધા પ્રુફ છે. બાદમાં બંને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. હોટલમાં ૬૦૦ રૂ. આપી રૂમ નમ્બર ૫૦૩માં વૃદ્ધ ગયા હતા. બાદમાં આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતા વૃદ્ધએ બે હજાર આપ્યા હતા. બાદમાં આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સુઈ જવા કહ્યું હતું.

અચાનક જ આશાએ હાર્ટ ઓપરેશન કરાવ્યું હોવાનું જણાવી વૃદ્ધને નીચે ઉતારી પોતે કપડા પહેરી લીધા હતા. તેટલામાં જ કેટલાક પુરુષ અને મહિલા રિસેપશન કાઉન્ટર પર બોલાચાલી કરતા હતા. બાદમાં એક શખ્શે આવીને કહ્યું કે, આશા તેની બહેન છે તેમ કહી તેને આ વિસ્તારમાં એક રિક્ષામાં લઈ ગયા હતા. બાદમાં અનેક વાર વાતો કરી ૧૩ લાખની માંગ કરી વૃદ્ધને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

રાજેશ નામના એક વ્યક્તિએ દસ લાખમાં મામલો પતાવી દેવાનું જણાવ્યું હતું. આ દરમિયાન બાપુનગર પોલીસના કેટલાક માણસો આવ્યા અને વૃદ્ધ સામે બળાત્કારની ફરિયાદ હોવાનું જણાવ્યું હતું. પણ ફરિયાદ કરનાર અમિષા હતી અને તે જ આશા બની આ વૃદ્ધને ફસાવી રહી હોવાનું સામે આવતા વૃદ્ધએ પોલીસને રજુઆત કરતા હનીટ્રેપનો કિસ્સો સામે આવતા બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.