મહિલાએ પતિને થયેલ કોરોનાની સારવાર પાછળ ૧.૫૦ કરોડનો ખર્ચ કર્યો
ભોપાલ: કોરોના મહામારીની બીજી લહેર ભલે ધીમી પડી ગઇ હોય પરંતુ અનેક લોકો પર તેની અસર હજુ પણ જારી છે નવો મામલો ભોપાલના એક પરિવારનો છે શીલા મહેરાએ કહ્યું હતું કે તેના પતિ મનીષકુમાર ગોહિયા હૈદરાબાદની એક આઇટી કંપનીમાં કામ કરે છે પતિને મેમાં કોરોના થયો હતો અને ત્યારથી અત્યાર સુધી તેની સારવારની પાછળ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચુકયો છે પુરી બચત ખતમ થઇ ચુકી છે
હવે પરિવાર ડોનેશન અને સરકારી મદદના ભરોસે છે. મહિલાએ સરકારથી આર્થિક મદદની પણ અપીલ કરી છે.
શીલાએ કહ્યું કે ૪ મેના રોજ તેના પતિ મનીષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.૧૦ મેના રોજ પતિને ભોપાલની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં ત્યારબાદ કોરોના રિપોર્ટ તો નેગેરિટી આવ્યો પરંતુ અન્ય મુશ્કેલીઓ શરૂ થઇ ગઇ પતિની બગડતી હાલત જાેતા ડોકટરોએ તેને ઇસીએમઓ સપોર્ટ મશીન પર રાખવા માટે કહ્યું પરંતુ આ સુવિધા ભોપાલમાં ઉપલબ્ધ ન હોવાને કારણે પતિને એયરલિફટ કરી હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો ત્યાં સુધી પતિના ફેફસા પુરી રીતે ખરાબ થઇ ચુકયા હતાં.
શીલાએ કહ્યું કે યશોદા હોસ્પિટલમાં પણ પતિની હાલત સુધરી નહીં ત્યારબાદ તેમને સાત જુલાઇએ એઆઇએમએસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અહીં હાલતમાં સુધાર છે પરંતુ ૭૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર થવાથી પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.અત્યાર સુધી ૧.૫૦ કરોડથી વધુનો ખર્ચ થઇ ચુકયો છે ફકત ઇસીએમઓ મશીનનું એક દિવસનો ચાર્જ ૨થી ૨.૫૦ લાખ રૂપિયા છે અન્ય ખર્ચ મિલાવીએ તો એક દિવસનો ખર્ચ પાંચ લાખ રૂપિયા સુધી જઇ રહ્યો છે. શીલાએ વધુમાં કહ્યું કે મનીષનો આરોગ્ય વીમો પુરી રીતે ખર્ચ થઇ ગયો છે
જે કંપનીમાં તે કામ કરતો હતો તેણે પણ ૬૦-૭૦ લાખ રૂપિયાની મદદ કરી મહિલા અનુસાર તેણે પોતાના અને પતિની જીવનભરની કમાણી સારવારમાં ખર્ચ કરી દીધી છે કારણ કે તે પતિને ગુમાવવા માંગતી ન હતી બંન્નેના લગ્ન ગત વર્ષે થયા હતાં શીલાને આશંકા છે કે આવનારા દિવસોમાં લંગ્સ ટ્રાંસપ્લાંટની જરૂર પડી શકે છે જેનો ખર્ચ જ ૫૦ લાખ રૂપિયા થાય છે ડોકટરોનું કહેવું છે કે લંગ્સ ટ્રાંસપ્લાંટ બાદ પણ પતિને હોસ્પિટલમાં રહેવું પડી શકે છે એટલે કે મનીષને પુરી રીતે સ્વસ્થ બનાવવા માટે ૧.૫૦ કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવા પડી શકે છે શીલાએ કેન્દ્ર અને રાજય સરકારથી મદદની પણ અપીલ કરી છે.