મહિલાએ પાપ છુપાવવા નવજાતને ગટરમાં ફેંક્યું
સુરત: શહેરના વરાછા પુણા બોમ્બે માર્કેટ રોડ પર કુબેરનગરના પોપડા પાસે ગતરોજ કોઇ મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે તાજા જન્મેલા મૃત બાળકને ગટરના પાણીમાં ફેંકી દીધું હતું. બનાવને પગલે ત્યાંથી પસાર થતા સ્થાનિક યુવાનની નજર જતા તેઓએ આ મામલે વરાછા પોલીસને જાણ કરી હતી. વરાછા પોલીસે ઘટના સ્થળે પહોંચી આખરે આ સમગ્ર કેસમાં જમીન દલાલની ફરિયાદ લઇ અજાણી મહિલા સામે નવજાત બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાકે હાલ તો આ મહિલા કોણ છે તે જાણી શકાયું નથી. સુરતમાં એક મહિલાએ પોતાનું પાપ છુપાવવા એવું કૃત્યુ આચર્યું જેને લઈને ચકચાર મચી જવા પામી છે. મહિલાએ પોતાનું પાપ છુપાવવા મૃત બાળકને ગટરના પાણીમાં ફેકી દીધું હતું. બનાવની વિગત એવી છે કે પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય ધીરૂભાઇ ભોળાભાઇ જીજાળા જમીન દલાલીનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. બુધવારે તેઓ બપોરે ૩.૪૦ વાગ્યાના અરસામાં વરાછામાં કુબેરનગરના પોપડા પાસેથી ચાલતા ચાલતા પસાર થઇ રહ્યા હતા. આ સમયે તેમણે જાયું કે કેટલાક કુતરાઓ કુબેરનગરના પોપડાની પાસે આવેલ ગટરના નાળામાંથી મૃત બાળકના મૃતદેહને રસ્તા પર ખેંચી લાવી ખાતા હતા.
આ જાઇ તેઓ તાત્કાલિક કૂતરોને ભગાડી વરાછા પોલીસને જાણ કરી હતી. વરાછા માતાવાડી પોલીસ ચોકીના પીએસઆઇ પી.બી.જાડેજા તેમની ટિમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓએ એફએસએલ ટીમને જાણ કરવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કોઇ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે કુબેરનગરના પોપડા પાસે આવેલ ગટરના નાળા પાસે કોઇ થેલીમાં નવજાત જન્મેલા મૃત બાળકને ફેકી દીધું હતું. જાે કે હાલ તો સમગ્ર મામલે વરાછા પોલીસે અજાણી મહિલા સામે નવજાત બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.