Western Times News

Gujarati News

મહિલાએ પ્રેમીની પત્ની અને ચાર બાળકોની હત્યા કરી

બેંગલુરૂ, લગ્ન જીવન પછીના પ્રેમ સંબંધોના કારણે મુશ્કેલી ઉભી થતી હોય તેવા અનેક કિસ્સા બન્યા છે, આવો જ વધુ એક હત્યાનો કિસ્સો કર્ણાટકમાં બન્યો છે કે જ્યાં એક ૩૨ વર્ષની મહિલાએ પોતાના પ્રેમીની પત્ની અને તેના ચાર બાળકોને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બની છે. બુધવારે પોલીસે ૩૨ વર્ષની મહિલાની મંડ્યા જિલ્લાના ક્રિષ્ના રાજા સાગરની ૩૦ વર્ષની મહિલા અને તેના બાળકોની હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

આ હત્યાના ગુનામાં મૃતકનો પતિ સંડોવાયેલો છે કે નહીં તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. પોલીસને હત્યામાં વાપરેલું દાતરડું અને સ્કૂટી પણ મળી આવ્યા છે.

રિપોર્ટ્‌સ મુજબ ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ લક્ષ્મી તરીકે થઈ છે, અને તેણે પોતાની પિતરાઈ બહેની હત્યા કરી છે અને તેનું નામ પણ લક્ષ્મી છે. આ ૩૨ વર્ષની લક્ષ્મીએ ૩૦ વર્ષની લક્ષ્મીની હત્યા કરવાની સાથે તેના ૪ બાળકોનો પણ જીવ લીધો છે. જેમની ઓળખ કુણાલ (૫), કોમલ (૮), રાજ (૧૦) અને ગોવિંદ (૧૩) તરીકે થઈ છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આરોપી લક્ષ્મી મૃતકના પતિ ગંગુરામ સાથે આડા સંબંધ હતા. જે પ્લાસ્ટિકનો સામાન વેચે છે. હત્યા કરનારી લક્ષ્મી પણ પરણિત છે અને તેના પણ બે બાળકો છે.

પોલીસે આ અંગે માહિતી આપી છે કે, ગંગુરામના ઘરે આરોપી મહિલા રાત્રે પોણા એક વાગ્યે આવી હતી, અને પોતાની સાથે દાતરડું પણ લાવી હતી. જેનાથી તેણે કથિત હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

બીજા દિવસે હત્યારી લક્ષ્મી જ્યારે ઘટના સ્થળ પર ફરી ગઈ ગઈ અને રડવા લાગી ત્યારે આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ગંગારામ પણ આ હત્યાની ઘટનામાં શંકાસ્પદ હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ તેની સામે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસ ગંગારામના ઘરની આસપાસના વિસ્તારમાં રહેલી સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ કરવામાં આવી શકે છે.

તપાસમાં એવી પણ વિગતો સામે આવી રહી છે કે હત્યારી લક્ષ્મીએ મહિલાએ ૩૦ વર્ષની લક્ષ્મી અને તેના બાળકોની હત્યા કરવાની સાથે ઘરમાં ચોરી પણ કરી હતી. પોલીસને એવી પણ વિગતો મળી છે કે હત્યા કરનારી લક્ષ્મી મૃતક લક્ષ્મીના પતિ ગંગારામના ઘરે વારંવાર આવતી હતી. હત્યારી લક્ષ્મી ગંગારામ સાથે લગ્ન કરવાની માંગ કરતી હતી જેના કારણે મૃતક મહિલા તે ઘરે આવે તે પસંદ નહોતું. હવે પોલીસ દ્વારા આરોપી મહિલાની વધુ પૂછપરછ પરથી કેટલીક વધુ વિગતો જાણવા મળી શકે છે.

હત્યારી લક્ષ્મીએ મહિલા અને તેના ૪ બાળકોની હત્યા કર્યા બાદ દાતરડું કેનાલમાં નાખી દીધું હતું, જે પોલીસને મળી ગયું છે. ૩૨ વર્ષની આરોપી મહિલા સિવાય અન્ય કોઈ આ ગુનામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલું છે કે નહીં તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.