મહિલાએ માસ્કની ઉપર નથ પહેરી , ફોટો વાયરલ
આ ફોટાને ઓફિસરે સુપર અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ કેપ્શન આપ્યું છે અને આ ફોટોને બે હજારથી વધુ લાઈક મળી
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ અનિવાર્ય છે. તમે અલગ અલગ પ્રકારના માસ્ક જાેયા હશે, ત્યારે માસ્ક પહેરવામાં એક નવી વિચિત્ર માસ્ક ફેશન જાેવા મળી રહી છે. લગ્ન પ્રસંગમાં એક મહિલાનો માસ્ક પહેરેલો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને અનેક લોકો જુગાડ કહી રહ્યા છે. ફોટોમાં મહિલા લગ્ન પ્રસંગ માટે તૈયાર થયેલી જાેવા મળે છે
તેણે માસ્કની ઉપર નથ પહેરેલી છે. માસ્ક કોરોના વાયરસથી બચવા અને અન્ય કોઈ વ્યક્તિ સંક્રમિત ન થાય તે માટે પહેરવામાં આવે છે. આઈપીએસ ઓફિસર દિપાંશુ કાબરાએ મહિલાનો આ ફોટો ટિ્વટર પર શેર કર્યો છે. જ્વેલરી જુગાડના આ ફોટાને ઓફિસરે સુપર અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ કેપ્શન આપ્યું છે. આ ફોટોને ૨ હજારથી વધુ લાઈક મળી છે. મહિલાએ નથની પીનને એન-૯૫ માસ્ક પર લગાવી હતી, જેથી તે લાઈફ સેવિંગ જરૂરિયાતની સાથે સાથે ફેશન એસેસરીનું પણ કામ કરે.
આ ફોટો પર અનેક કમેન્ટ કરવામાં આવી હતી અને તેના મીમ પણ બની રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ મહિલાના ચાતુર્યની પ્રશંસા કરી, તો આ મહામારીમાં પણ ફેશનને વધુ મહત્વ આપવાને કારણે કેટલોકોમાં આશ્ચર્ય જાેવા મળ્યું હતું. ભારતમાં આ પ્રથમ ડેકોરેટિવ માસ્ક નથી. ગયા વર્ષે એક વ્યક્તિએ પુનાના પિંપરી-ચિંચવાડમાં શુદ્ધ સોનાનું માસ્ક પહેર્યું હતું.
જેની કિંમત રૂ. ૨.૮૯ લાખ હતી. માસ્ક પહેરનાર શંકર કુરાડેએ જણાવ્યું કે માસ્ક ખૂબ જ પાતળું હતું, અને શ્વાસ લેવા માટે તેમાં યોગ્ય માત્રામાં છિદ્ર નહોતા. તે વ્યક્તિએ આ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે, કોરોનાવાયરસને રોકવા માટે આ માસ્ક અસરકારક સાબિત થશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, જેથી તમારી અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય જાેખમમાં ન મુકાય.