મહિલાએ લગ્નની ના કહેતા યુવકે ફેક આઈડી બનાવ્યું
અમદાવાદ, ઓનલાઈન છેતરપીડી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે ફરી એકવાર ઓનલાઈન છેતરપીડીનો કિસ્સો અમદાવાદના મણિનગરમાં બન્યો છે. મણિનગરમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, મારી કોઈ ફેક આઈડી બનાવીને યુઝ કરી રહ્યું છે. ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે સુરત ખાતે જઈ ફેક આઈડી બનાવીને તેમા ફોટા મુકનાર હાર્દિક જનકભાઈ પરીખને સુરત ખાતેથી ઝડપી લીધો હતો. આરોપીએ લગ્ન કરવા માટે સાદી ડોટ કોમમાં પોતાની પ્રોફાઈલ બનાવી હતી. જેમાં ફરીયાદીએ પણ પ્રોફાઈલ બનાવી હતી.
આરોપીએ મહિલાને રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંન્ને એક બીજાના ફોન ઉપર સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ મહિલાને ગમતા હોય અને લગ્ન કરવાનું કહ્યું હતું. થોડા દિવસ પછી મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી. લગ્ન કરવાની ના પાડી હોવા છતાં પણ આરોપીએ મહિલાને મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. આરોપી ગુસ્સામાં આવીને મહિલાનું ફેક આઈડી બનાવીને તેના ફોટો અપલોડ કરીને તેના મિત્ર સાથે વાતચીત શરૂ કરી હતી.