મહિલાએ ૧૩૯ લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો
હૈદરાબાદ, તેલંગણાના પાટનગર હૈદરાબાદમાં મહિલાએ એક સાથે ૧૩૯ લોકો પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે પોલીસે જણાવ્યું હતું કે મહિલાની ફરીયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પુંજાગુટ્ટા પોલીસ સ્ટેશનના અનુસાર કેસ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.મહિલાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે મહિલાએ જણાવ્યું હતું કે લગ્નના એક વર્ષ પછી ૨૦૧૦માં તેના તલાક થયા હતાં તેણે ફરિયાદમાં કહ્યું કે તેના પૂર્વ પતિના કેટલાક પરિવાજનોનો પણ તેને યૌન ઉત્પીડન કરી હતી મહિલાની ફરિયાદ અનુસાર ૧૩૯ લોકોએ વીતી ગયા વર્ષોમાં તેનું જુદી જુદી જગ્યા સ્થાન પર યૌન શોષણ કર્યું અને ધમકી આપી તે આરોપીઓના ભયના કારણે પોલીસમાં આટલા સમય સુધી ફરિયાદ નોંધાવી ન હતી.
૨૮ નવેમ્બર ૨૦૧૯ના એક મહિલા ડોકટરની સાથે રેપ કર્યા બાદ પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી જેમાં ચાર આરોપીની ઓળખ થયા બાદ હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી ચારેય આરોપી એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતાં.
મહિલા સાથે બળાત્કાર પર ભારતીય દંડ સંહિતામાં ૩૭૬ તેમજ ૩૭૫ના અંતર્ગત સજાની જાેગવાઇ છે કોઇ પણ મહિલાની સાથે બળાત્કાર કરવાના આરોપ પર કલમ ૩૭૬ અંતર્ગત કેસ ચલાવવામાં આવે છે. જેમાં આરોપ સિધ્ધ થવા પર દોષીને ઓછામાં ઓછી પાંચ વર્ષ તેમજ વધુમાં વધુ ૧૦ વર્ષની કડક સજા આપવાની જાેગવાઇ છે આ ગુનાને જુદાજુદા હાલત અને શ્રેણીના હિસાબથી કલમ ૩૭૫,૩૭૬,૩૭૬ તરીકે વિભાજીત કરવામાં આવી છે.HS