મહિલાઓના વર્જિનિટી ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવાની ફ્રાંસની હિલચાલથી વિવાદ
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ઈસ્લામિક સેપરેટિઝમ વિરૂદ્ધ અનેક પગલાંઓ ભરવાની જાહેરાત કરી હતી. મેક્રોંએ ઈસ્લામિક કટ્ટરપંથીઓને રોકવા માટે વર્જિનિટીના મુદ્દે પણ વાતચીત કરી છે. તેઓએ કહ્યું કે ફ્રાંસ જેવા દેશમાં લગ્ન માટે વર્જિનિટી સર્ટિફિકેટ જાહેર કરવાની જરૂર નથી.
કેટલાંક ધાર્મિક જૂથો લગ્ન પહેલાં યુવતીઓની કથિત શુદ્ધતાની તપાસ કરવા માટે વર્જિનિટી ટેસ્ટ કરાવવામાં આવે છે અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. બાંગ્લાદેશ જેવા દેશોમાં તો આવી જટિલ માનસિકતા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે અમેરિકામાં આ ગેરકાયદે ગણાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનેક વખતે આવી વર્જિનિટી ટેસ્ટને અવૈજ્ઞાનિક, માનવાધિકારોના ઉલ્લંઘન સમાન અને આ પ્રક્રિયામાંથી પસાર થતી મહિલાઓ માટે ખતરનાક ગણાવી ચુક્યા છે.
ફ્રાંસના ડોકટર અને મુસ્લિમ નારીવાદી સંસ્થાઓએ પણ વર્જિનિટી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાનો વિરોધ નોંધાવ્યો છે. જો કે કેટલાંક લોકો આવી ગેર માનવિય પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે અને વિરોધ કરનારાઓની સામે ખુલ્લીને પડ્યા છે. જ્યારે મેક્રોં આ મુદ્દે રાજનીતિ કરે છે તેવા આરોપો પણ કરવામાં આવી રહ્યાં છે.