મહિલાઓના સ્વાસ્થ્ય માટે માર્ચ ૨૦૨૨ મહિનાને વુમન’સ મંથના તરીકે ઉજવાયો
એક જ મહિનામાં ૧૦ થી વધુ ઈવેન્ટ્સ કરી શાળાઓ, હોસ્પિટલ, શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર, ગર્લ્સ હોસ્ટેલ જેવા સંસ્થાઓમાં આ મશીનનું સફળ વિતરણ કર્યું.
લાયન ક્લબ ઓફ કર્ણાવતી સ્ટાર દ્વારા દીકરીઓ અને મહિલાઓના સ્વાસ્થ્ય માટે આખો ૨૦૨૨ માર્ચ મહિનાને વુમન’સ મંથના તરીકે ઉજવામાં આવ્યો
અમદાવાદ: લાયન ક્લબ ઓફ કર્ણાવતી સ્ટાર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્લબના પ્રેસિડન્ટ શ્રી દક્ષેશ રાવલ દ્વારા માર્ચ ૨૦૨૨ના માહમાં કલબ દ્વારા ખાસ દીકરીઓ અને મહિલાઓના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને જાગૃતિ માટે યોજાયેલ વુમન’સ મંથ કેમ્પઇનનું માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતીના મેમ્બર્સ ઉર્મિલા રાવલ, મેહુલ વ્યાસ, હેત્તલ શાહ અને પ્રથમેશ શાહ હાજર હતા. એના સાથે સાથે માનવંતા ડોનર્સ પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં પોઝિટિવ જિંદગી ગ્રુપના શ્રી કૌશલ શાહએ શ્રી દક્ષેશ રાવલને ખાસ અભિનંદન આપ્યા હતા અને આ કેમ્પેઇન બદલ એમનું એક ખાસ સન્માન કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
શ્રી દક્ષેશ રાવલે જણાવ્યું હતું કે, “આમ તો માર્ચ મહિનામાં 8th માર્ચને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવામાં આવે છે પણ આ કોવીડ રોગચાળા કાળમાં અમને અનુભવ થયો કે મહિલાઓ એ તેમની મર્યાદાઓ વટાવી, સીમાઓ લંબાવી, પોતાના ઘર, સમાજ અને દેશ માટે અભૂતઃપૂર્વ રીતે કર્યો હતો.
એટલે અમને હતું કે ખાલી એક દિવસ માટે એમનું સન્માન ના કરાય અને આમે આખું મહિનામાં એના સ્વાસ્થ્ય , વિકાસ અને પ્રગતિ માટે એક અભિયાન કરીયે અને કશું એવું વિચારીયે જે લાંબા સમય માટે એમના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને જાગૃતિ માટે અનુકૂળ રહે અને સાથે સાથે અમે જે વિચારીયું એ તો પર્યાવરણ, પ્રાણીઓ અને સૃષ્ટિ માટે પણ લાભદાયક સાબિત થયું.”
શ્રી દક્ષેશ રાવલે વધુમાં જણાવ્યું કે “આ વર્ષનું વુમન’સ ડે નું થીમ હતું એક ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા અને એમાં એવા સ્ત્રીઓ માટે કાર્ય કરવાનું ધ્યેય હતું જે એક મજબૂત ભવિષ્ય માટે કામ કરે છે. એટલે જ હું અમારા ક્લબના ઉર્મિલા, હેતલબેન , રચનાબેન જેવા મહિલાઓનું ખાસ અભિવાદન કરું છે.
જેને અમારું આ કેમ્પેઇન – “સેનિટરી નેપકિન ડિસ્ટ્રોયર મશીનનું વિતરણ” માટે ખાસ ફાળો આપ્યો. મને જણાવતા ખાસ હર્ષ થાય છે કે અમે આ મહિનામાં ૧૦ થી વધુ ઈવેન્ટ્સ કરી અને પ્રાયોગિક ધોરણે વેજલપુરની ૫ AMC શાળાઓ, લાયન્સ ક્લબનું ઓગણજ આઈ હોસ્પિટલ, શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર, ગર્લ્સ હોસ્ટેલ જેવા સંસ્થાઓમાં આ મશીનનું સફળ વિતરણ કર્યું.
આ અભિયાન માટે અમે એવી જ સંસ્થાઓની પસંદગી કરી હતી જેમાં ૧૦૦ થી વધુ દીકરીઓ અથવા મહિલાઓ આ મશીનનું સદ્દઉપયોગ કરી શકે અને જ્યાં આ સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લગતું પ્રોડક્ટ્નું જરૂરિયાત હોય.
આગામી સમયમાં અમે સર્વે કર્યા પછી શહેરના ૨૬ થી વધુ સ્કૂલોમાં આવા મશીનો મુક્વાનું વિચારીયે છે. અમે AMC સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી નું પણ ખુબ આભારી છીએ જેને અમારું આ અભિયાનનું ખાસ નોંધ લીધું છે અને અમારા પ્રયાસોને આવકાર્યાં છે.”
નોંધનીય છે કે આ કેમ્પેઇનના લીધે શ્રી દક્ષેશ રાવલ એ પી.ડી મેન (પેડ ડિસ્ટ્રોયેર મેન) ના રૂપમાં પોતાનું એક નવું ઓનખ ઉભું કરીયું છે અને આગણ પણ મહિલાઓના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને જાગૃતિ માટેના કાર્યો માટે એ સતત કટિબદ્ધ રહેશે.