મહિલાઓની સુરક્ષા માટે સૌપ્રથમવાર ૧૦૦ ‘નિર્ભયા વાન’ તૈયાર થઇ રહી છે
નિર્ભયા વાન CCTV કેમેરાથી પણ સજ્જ હશે
- નિર્ભયા વાનમાં Nirbhaya Van લાગેલા સી.સી.ટી.વી કેમેરાનું લાઇવ વિઝ્યુઅલ Live visuals કંટ્રોલરૂમમાં Control Room પણ જોઇ શકાશે
- નિર્ભયા વાનમાં લાઇવ રેકોર્ડિંગની પણ સુવિધા જોવા મળશે.
- નિર્ભયા વાન પ્રાથમિક તબક્કે શહેર પોલીસની ‘શી ટીમ’ને ફાળવાશે
અમદાવાદ શહેર પોલીસ (@AhmedabadPolice)મહિલાઓની સુરક્ષાને લઇને વધુ એક્શન મોડમાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા હવે મહિલાઓની સુરક્ષા (Women Safety) માટે 100 જેટલી આધુનિક ટેક્નોલોજીથી (high tech police van) સજ્જ નિર્ભયા વાન તૈયાર કરવામાં આવી રહી છે. આ નિર્ભયા વાન જાહેર રસ્તાઓ, કોલેજ, યુનિવર્સિટી, શાકમાર્કેટ અને અનેક જાહેર સ્થળો (public places) પર યુવતીઓની છેડતીઓની ઘટના સામે બાજ નજર રાખશે.
નિર્ભયા પ્રોજેક્ટના મેમ્બર અને ઝોન-૫ના ડીસીપી અક્ષયરાજ મકવાણાશ્રીએ (Akshayraj Makwana) જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા માટે ૧૦૦ જેટલીઆધુનિક ટેક્નોલોજીથી સજ્જ નિર્ભયા વાન તૈયાર થઇ રહી છે. આ વાન અમદાવાદના અલગ-અલગ જગ્યાઓ પર મૂકવામાં આવશે. જો કોઇ રોમિયો તેમજ બીભત્સ હરકતોને કારણે શહેરની મહિલાઓને મુશ્કેલી પડતી હશે, ત્યાં ગણતરીની સેકેન્ડોમાં આ વાન એ મહિલાની સુરક્ષા માટે પહોંચી જશે. આ વાનમાં મહિલાઓની સાથે વાતચીત કરી શકે એવી પોલીસઅને કાઉન્સિલર્સ પણ મૂકવામાં આવશે.
ડીસીપી અક્ષયરાજશ્રીએ જણાવ્યું કે, આ વાન ઓટોમોટિક નંબર પ્લેટ રેકોગ્નિશન કેમેરાથી (Automatic vehicle number plate recognition camera) સજ્જ હશે. જેમાં કોઇપણ વ્યક્તિ મહિલાઓની છેડતી (abusing) કે ચેઇનસ્નેચિંગ (Chain Snaching) જેવી ઘટનાને અંજામ આપીને ફરાર થશે તો, એ ચાલકની નંબર પ્લેટના આધારે તેની તરત જ ઓળખ કરી લેવામાં આવશે.
ડીસીપી અક્ષયરાજશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ નિભર્યા વાન સી.સી.ટી.વી કેમેરાથી, આધુનિક ટેક્નોલોજી અને લાઇવ રેકોર્ડિંગની સુવિધાથી સજ્જ હશે. જેમાં મોબાઇલ ડેટા (Mobile data) , લાઇવ રેકોર્ડિગ (Live recording) અને રેડલાઇટ વાયોલેશન ડિટેક્શન (Red light violation system) સિસ્ટમ પણ હશે. આ ઉપરાંત સી.સી.ટી.વી કેમેરાનું CCTV camera લાઇવ વિઝ્યુઅલ Live visual કંટ્રોલરૂમમાં જોઇ શકાશે.આ નિર્ભયા વાન શહેર પોલીસની ‘શી ટીમ’ને Sheteam શરૂઆતમાં ફાળવવામાં આવશે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઇને મોટાભાગના પોલીસ સ્ટેશનમાં એક ‘શી ટીમ’ની રચના કરવામાં આવી છે. આ ‘શી ટીમ’સ્કૂલ-કોલેજો, મોલ તથા મહિલાઓની ભીડ જ્યાં સૌથી વધુ જોવા મળતી હોય ત્યાં વોચ રાખતી હોય છે અને જો કોઇ રોમિયો મહિલાઓની છેડતી કરતો જોવા મળે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે.આ ‘શી ટીમ’માં એક મહિલા પી.એસ.આઇ. અને ચાર મહિલા તથા બે પુરુષ કોન્સ્ટેબલ હોય છે. આ ‘શી ટીમ’ મહિલાઓની સુરક્ષાને લઇને મળતી ફરિયાદો પર જ કામ કરે છે. ‘શી ટીમે’ દ્વારા અમદાવાદમાં ઘણા રોમિયોને વિવિધ જગ્યાઓ પરથી પકડી પાડીને પ્રશંસનીય કામગીરી પણ કરી છે. (આલેખન : ગોપાલ મહેતા)