મહિલાઓનું કામ માત્ર બાળકો પેદા કરવાનું છે: તાલિબાનનું નવું ફરમાન
કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે તેમના અધિકારો માટે લડી રહેલી મહિલાઓ અને નવી સરકારમાં તેમની ભાગીદારી માટે પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે. કાબુલથી ઉત્તર-પૂર્વ પ્રાંત બદખ્શાંમાં મહિલાઓનું પ્રદર્શન પહોંચી ગયું છે. ત્યાં ઘણીબધી મહિલાઓ રસ્તા પર ઊતરી આવી છે.
દરમિયાન તાલિબાને મહિલાઓ વિશે વાહિયાત નિવેદન આપ્યું છે. તાલિબાન પ્રવક્તા સૈયદ ઝકીરુલ્લાહ હાશ્મીએ કહ્યું- ‘મહિલા મંત્રી નહીં બની શકે.’ મહિલા માટે મંત્રી બનવું એ તેના ગળામાં કંઈક બાંધી દેવા જેવું છે, જેને તે ઉપાડી શકતી નથી. મહિલાઓ માટે મંત્રીમંડળમાં હોવું જરૂરી નથી. તેમણે બાળકો પેદાં કરવાં જાેઈએ. બાળકો પેદા કરવા એ જ તેમનું કામ છે. મહિલા પ્રદર્શનકારીઓ અફઘાનિસ્તાનમાં તમામ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતાં નથી.
તાલિબાનોએ પંજશીરમાં અફઘાન નાયક અહેમદ શાહ મસૂદની કબરમાં તોડફોડ કરી હતી, જેને કારણે પંજશીરની રાજધાની બાઝારખમાં હંગામો મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે ગુરુવારે મસૂદની ૨૦મી વર્ષગાંઠ હતી. અમેરિકામાં ૯/૧૧ હુમલાના બે દિવસ પહેલાં ૯ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અલકાયદા દ્વારા મસૂદની હત્યા કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની ક્રૂરતા સામે આવવા લાગી છે. તાલિબાને રાજધાની કાબુલના એક પોલીસ સ્ટેશનમાં બે પત્રકારોને ચાર કલાક સુધી બંધક રાખ્યા અને તેમનાં કપડાં ઉતારીને તેમને નેટરની સોટી, ચાબુક અને ઇલેક્ટ્રિક વાયરથી ર્નિદયતાથી ઢોરમાર માર્યો હતો. બંનેનાં શરીર પર ઘાનાં નિશાન તાલિબાનોની ક્રૂરતા કહી રહ્યા છે. આ પત્રકારોનો માત્ર એ જ દોષ હતો કે તેઓ કાબુલમાં પોતાના અધિકારી અને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓના ન્યૂઝને કવરેજ કરી રહ્યા હતા.
ફોટોગ્રાફર નેમાતુલ્લાહ નકદીએ જણાવ્યું હતું કે ‘તાલિબાનના લડવૈયાઓમાંથી એક જણે મારા માથા પર પગ રાખ્યો અને મારો ચહેરો કચડી નાખ્યો. તેમણે મારા માથા પર લાત પણ મારી… મને લાગ્યું કે તેઓ મને મારી નાખશે.’ નેમાતુલ્લાહ નકદીએ જણાવ્યું હતું કે રિપોર્ટર તકી દરયાબી અને મને કાબુલમાં એક પોલીસ સ્ટેશનની સામે જ મહિલાઓ દ્વારા કામ અને શિક્ષાના અધિકારની માગ કરનારા એક નાનાએવા વિરોધને કવર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
નકદીએ વધુમાં કહ્યું હતું કે જેવી જ તેને તસવીર લેવાનું શરૂ કર્યું, તાલિબાનના યૌદ્ધાઓએ તેના પર હુમલો કરી દીધો. તેમણે મને કહ્યું, તમે ફોટો ન લઈ શકો. પછી તાલિબાનોએ અમારા ફોન ઝૂંટવી લીધા અને પકડી લીધા. નકદીએ કહ્યું હતું કે તાલિબાને તેનો કેમેરો પણ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભીડમાં જ કોઈને સોંપી દેવામાં સફળ રહ્યો. જાેકે ત્રણ તાલિબાનોએ તેને પકડી લીધો અને પોલીસ સ્ટેશન લઈ જઈને માર મારવા લાગ્યા.SSS