મહિલાઓને કોઇ પણ વસ્ત્ર પહેરવાની આઝાદી હોવી જાેઇએ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Yogi.jpg)
બલિયા: મુસ્લિમ મહિલાઓના બુરખાથી મુક્તિ અપાવવાના નિવેદનના એક દિવસ બાદ ઉત્તરપ્રદેશના સંસદીય કાર્ય રાજયમંત્રી આનંદ સ્વરૂપ શુકલે કહ્યું કે મહિલાઓને કોઇ પણ વસ્ત્ર પહેરવાની આઝાદી હોવી જાેઇએ તેમણે કહ્યું કે રૂઢિવાદ અને પરંપરાના નામ પર મહિલાઓ પર કાંઇ પણ થોપવું જાેઇએ નહીં સમાજના પ્રબુધ્ધ લોકો અને ધર્મ ગુરૂઓને ૨૧મી સદીની સાથે સમાજને આગળ વધારવાની તક આપવી જાેઇએ શુકલે અહીં પત્રકારો સાથે વાતચીતમાં બુરખાથી આઝાદી અપાવવાના પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી તેમણે કહ્યું કે તે સુધારની વાત કહી રહ્યાં છે કોઇ પણ ધર્મની મહિલાને એ સ્વતંત્રતા હોવી જાેઇએ કે તે શું પહેરે કે શું ન પહેરે
તેમણે કહ્યું કે રૂઢિવાદી અને પરંપરાના નામ પર તેમના પર કંઇ પણ થોપવું જાેઇએ નહીં અને ન તો દબાણ બનાવવું જાેઇએ મંત્રીએ દોહરાવ્યું કે અનેક મુસ્લિમ દેશોમાં બુરખા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શુકલે કહ્યું કે નિશ્ચિત રીતે મુસ્લિમ ધર્મ ગુરૂઓએ આ બાબતે વિચાર કરવો જાેઇએ અને મુસ્લિમ મહિલાઓને એ અધિકાર મળવો જાેઇએ કે તેમની ઇચ્છા હોય તો બુરખો પહેરે કે ન પહેરે.એ પુછવા પર કે શું સરકાર તેના પર પ્રતિબંધ લગાવવા માટે પગલા ઉઠાવશે તો તેમણે કહ્યું કે આ વિષય હજુ સરકારનો નથી
આ વિષય સમાજનો છે મંત્રીએ કહ્યું કે મુસ્લિમ ધર્મ ગુરૂઓએ તેને ધ્યાનમાં લેવો જાેઇએ મુસ્લિમ ધર્મ ગુરૂ મુસ્લિમ મહિલાઓનો મત લે કોઇ પણ ધર્મ ગુરૂને પરંપરાના નામ પર કોઇ ધર્મની મહિલા પર કોઇ વસ્ત્ર પહેરવાનું દબાણ બનાવવું જાેઇએ નહીં શુકલે કહ્યું કે સમાજના પ્રબુધ્ધ લોકો અને ધર્મ ગુરૂઓને ૨૧મી સદીની સાથે સમાજને આગળ વધારવાની તક આપવી જાેઇએ
તેમણે કહ્યું કે સરકારે તીન તલાકના મામલા પર એટલા માટે પગલા ઉઠાવ્યા કારણ કે લાંબા સમયથી મુસ્લિમ ધર્મ ગુરૂઓ તેના પર કોઇ વિચાર કરી રહ્યાં ન હતાં તેમણે કહ્યું કે લોકતંત્રમાં નિર્વાચિ હોવા છતાં ઓવૈસીની જેમ એવા કેટલાક મુસલમાન છે જે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન અને યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીના રૂપમાં સ્વીકાર કરી રહ્યા નથી મંત્રીએ કહ્યું કે આવા વિચાર લોકતંત્રના હિતમાં નથી
બે દિવસ પહેલા મસ્જિદોમાં લાગેલ લાઉડસ્પિકરની ધ્વનિ નિયંત્રિત કરવાના નિવેદનની બાબતમા ંશુકલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશનું પાલન કરતા રાત્રે ૧૦ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ધ્વનિ વિસ્તારક યંત્રોનો ઉપયોગ કરવો જાેઇએ નહીં તેમણે કહ્યું કે તેઓ ખોટી ધમકીઓથી વિચલિત થનાર નથી
સંસદીય કાર્ય રાજયમંત્રી આ ટીપ્પણી અજાનને લઇ આપવામાં આવેલા તેમના નિવેદન પર મુસ્લિમ ધર્મગુરૂના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં તેમણે કહ્યું કે રાત્રિ ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ધ્વનિ વિસ્તારક યંત્રોનો ઉપયોગની મનાઇ છે તો નિશ્ચિત રીતે તે થવું જાેઇએ સવારે છ વાગ્યા પહેલા લાઉડ સ્પીકર પર અજાન થવી જાેઇએ નહીં દિવસે પણ ધ્વનિ વિસ્તારક યંત્રથી ધ્વનિની સીમા સીમિત હોવી જાેઇએ તેમણે કહ્યું કે આ અમારી માંગ છે અને આ થશે