મહિલાઓને સગર્ભાવસ્થા દરમ્યાન કોણ આસન, વિરેભદ્ર આસન ઉપયોગી
મહિલાઓને ગર્ભાવસ્થા સંબંધિત તકલીફમાં પણ મોટી રાહત મળી શકે-યોગથી શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક રાહત થઈ રહી છે
વિશ્વમાં યોગની બોલબાલા હવે સતત વધી રહી છે. યોગ સાથે જાેડાયેલા નિષ્ણાંતો અને યોગ મામલેે સંસ્થાઓ ચલાવનાર લોકોનું કહેવુ છે કે યોગ મારફતે તમામ પ્રકારની બિમારીનેે રોકવામાં મદદ મળી શકે છે. સાથે સાથેે શરીરનેે વધારે ફીટ અને સ્વસ્થ રાખી શકાય છે.
યોગ મારફતેે શરીરના જુદા જુદા હિસ્સાને વધારે ફીટ રાખી શકાય છે. જેમાં હાર્ટનો પણ સમાવેશ થાય છે. ઠંડીના દિવસોમાં યોગાસન કરવાથી શરીર ઉર્જાવાન રહે છે. નિયમિત રીતે યોગ કરવાથી શરીર ગરમ રહે છે. શરદી, ઉધરસ, વાયરલ તાવ જેવી બિમારી ઠંડીના દિવસોમાં થાય છે. યોગના નિયમિત અભ્યાસથી આ તમામ બિમારીને દુર રાખી શકાય છે. યોગના કારણે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
ધનુરાસન ત્રિકોણાસન સહિતના કેટલાંક સારા યોગ ફાયદાકારક સાબિત થાય છે. ધનુરાશન કરવાથી પેટની તમામ તકલીફ દૂર થાય છે. આના કારણે પગ, હાથ પગ અને અન્ય શરીરમાં ફાયદા થાય છે. માંસપેશી મજબુત બને છે. ડાયાબિટીસ, પીઠમાં પીડા કમરના દુઃખાવો અને અસ્થમામાં ફાયદો થાય છે.
થાઈરોઈડમાં પણ આરામ મળે છે. ત્રિકોણાશાસનના કેટલાંક ફાયદા રહેલા છે. આમાં પાચનતંત્ર મજબુત થાય છે. ટેન્શન ઘટે છે. પીઠમાં જે દુઃખાવો રહે છે તેનાથી ફાયદો મળે છે. એસીડીટીમાં પણ આ યોગાસનથી જ આરામ મળે છે. ઠંડીના દિવસોમાં સ્થિતિ સુધરે તે જરૂરી છે. ઠંડીના દિવસોમાં ફીટનેસને વધારે સુધારી શકાય છે. આ ગાળો ખુબ આદર્શ હોય છે.
મોદી સરકારમાં પ્રધાન રહેલા અને ફીટનેસને લઈને ે ભારે ચર્ચા જગાવી રહેલા રાજયવર્ધન સિંહ રાઠોડે વારંવાર કહ્યુ છે કે યોગ અને કસરતનેે લોકો તેમની લાઈફના એક હિસ્સા તરીકે બનાવે એ જરૂરી છે. યોગના કારણે તમામ માનસિક અને શારીરિક તકલીફોને દુર કરી શકાય છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડ કહે છે કે આધુનિક સમયમાં નાની વયમાં પણ લોકોમાં હાર્ટ સંબંધિત તકલીફ થઈ રહી છે. ત્યારે યોગ આમાં પણ રાહત આપી શકે છે. યોગથી શારીરિક, માનસિક, અને મનોવૈજ્ઞાનિક રાહત મળી શકે છે. પ્રેજ્ઞેન્સી દરમ્યાન મહિલાની મનોસ્થિતિમાં પણ એ સહાયક છે.
મહિલાઓના શારીરિક રીતે સ્વસ્થ અને ભાવનાત્મક રીતે મજબુત રહેવાની બાબત બાળકોના વિકાસ પર સીધી અસર કર છે. ગર્ભાવસ્થા દરમ્યાન યોગ કરવાથી ફાયદો થાય છે. ગર્ભાવસ્થા દરમ્યાન પ્રસવ પૂર્વે યોગ ઉપયોગી બને છે. આ યોગ કરવાથી સગર્ભા મહિલાઓની મનની સ્થિતિ શાંત રહે છે.
પ્રસવ પૂર્વ યોગ નિષ્ણાંતો અને તબીબો વારંવાર આ બાબત પર ભાર મુકી રહ્યા છે કે કેટલીક હળવી કસરત અનેે યોગ આદર્શ સાબિત થઈ શકે છે. યોગ ગર્ભાવસ્થાની સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.
મહિલાઓને સગર્ભાવસ્થા દરમ્યાન કોણ આસન, વિરેભદ્ર આસન, જેવા કેટલાક ઉપયોગી આસન કરવા જાેઈએ. યોગ નિંંદ્રા આસન પણ ઉપયોગી સાબિત થાય છે. શરીરમાં જુદા જુદા હિસ્સાને સ્વસ્થ રાખવામાં યોગ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. યોગના જુદા જુદા આસનને યોગ્ય રીતે કરવામાં આવે એ પણ ખુબ જરૂરી છે.