મહિલાઓમાં સૌથી વધારે થતું સર્વાઈકલ કેન્સર: દેશી વેક્સિન તૈયાર
ભારતમાં અત્યારે સર્વાઈકલ કેન્સરની વિદેશી વેક્સિન ઉપલબ્ધ છે, પરંતુ આની કિંમત ચાર હજાર રૂપિયા છ
નવી દિલ્હી, ભારતના પહેલા સ્વદેશી રૂપથી વિકસિત એચપીવી (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિનના ક્લિનિકલ પરીક્ષણ ડેટાની આજે એટલે કે બુધવારે ૧૫ જૂને વિશેષજ્ઞો દ્વારા સમીક્ષા કરવામાં આવશે.
આ સર્વાઈકલ કેન્સર સામે લડવાની વેક્સિન છે, જે મહિલાઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. ભારતમાં અત્યારે સર્વાઈકલ કેન્સરની વિદેશી વેક્સિન ઉપલબ્ધ છે, પરંતુ આની કિંમત ૪ હજાર રૂપિયા છે.
સર્વાઈકલ કેન્સરને ગર્ભાશયના મુખનુ કેન્સર પણ કહેવામાં આવે છે, જે બ્રેસ્ટ કેન્સર બાદ મહિલાઓમાં સૌથી વધારે થનારુ કેન્સર છે. સીરમ ઈન્સ્ટિટ્યુટે અગાઉ કોવિડ વેક્સિનની કોવિશીલ્ડ તરીકે અમને ભારતની પોતાની વેક્સિન સોંપી હતી. આજે દવા નિયામક હેઠળ વિષય વિશેષજ્ઞ સમિતિ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત વેક્સિનના પરીક્ષણ ડેટીની સમીક્ષા કરશે, જાે બધુ બરાબર રહ્યુ તો આ વેક્સિનને મંજૂરી મળી જશે.
જાે આ વેક્સિનને રાષ્ટ્રીય ટીકાકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે, તો આ સર્વાઈકલ કેન્સર સામે દેશની મહિલાઓ માટે વરદાન સાબિત થઈ જશે. કેમ કે સ્તન, ફેફસા અને કોલોરેક્ટલ કેન્સર બાદ મહિલાઓમાં ચોથુ સૌથી સામાન્ય કેન્સર છે સર્વાઈકલ કેન્સર.
જાે વેક્સિન અપ્રૂવલ થશે તો એચપીવી વેક્સિન ૯-૧૪ વર્ષની યુવતીઓને આપવામાં આવશે. એક અધ્યયનમાં જાણવામાં આવ્યુ છે કે ભારતમાં તમામ વૈશ્વિક સર્વાઈકલ કેન્સરથી થનારી મોતનો એક તૃતીયાંશ ભાગ છે. વિશ્વ સ્તરે સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં ચોથુ સૌથી વધુ થનારૂ કેન્સર છે. WHO અનુસાર ભારતીય મહિલાઓમાં, આ બીજુ સૌથી વધારે વખત થાય છે.SS2KP