Western Times News

Gujarati News

મહિલાઓ બિકિની કે હિજાબ ગમે તે પહેરે: પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી, શાળા અને કોલેજાેમાં મુસ્લિમ યુવતીઓના હિજાબ પહેરવા અંગે કર્ણાટકમાં શરૂ થયેલો વિવાદ હવે તૂલ પકડી રહ્યો છે. આ વિવાદમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ મહિલાઓનો અધિકાર છે કે તેઓ શું પહેરવા ઈચ્છે છે.

પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કરીને હિજાબ વિવાદ પર પોતાનો મત રજૂ કર્યો અને લખ્યું કે બિકિની હોય, ઘૂંઘટ હોય કે જીન્સ કે પછી હિજાબ. મહિલાઓનો તે હક છે કે તેઓ શું પહેરવા ઈચ્છે છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધુમાં લખ્યું કે મહિલાઓને આ અધિકાર બંધારણ તરફથી અપાયો છે. મહિલાઓનું ઉત્પીડન બંધ કરવામાં આવે. આ સાથે જ તેમણે પોતાની ટ્‌વીટમાં લડકી હું લડ સકતી હુંનો પણ ઉલ્લેખ કર્યો. જેના પર રાહુલ ગાંધીએ પણ પ્રિયંકાનો સપોર્ટ કર્યો અને તેમના ટ્‌વીટ પર થમ્સ અપ કમેન્ટ કરી.

હિજાબ વિવાદ પર અભિનેતામાંથી નેતા બનેલા મક્કાલ નિધિ મય્યમના અધ્યક્ષ કમલ હસને પણ ટ્‌વીટ કરી. તેમણે લખ્યું કે પાડોશી રાજ્ય કર્ણાટકમાં જે પણ થઈ રહ્યું છે તે તમિલનાડુમાં ન થવું જાેઈએ. રાજ્યમાં પ્રગતિશીલ તાકાતોએ આવા સમયમાં વધુ સાવધ રહેવું જાેઈએ.

કર્ણાટકના ઉડુપીમાં હિજાબ વિવાદ પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. વિવાદ એટલો વધી ગયો કે રાજ્યની શાળા અને કોલેજાેને ૩ દિવસ માટે બંધ કરવાનો આદેશ આપવો પડ્યો. હવે મધ્ય પ્રદેશ સરકાર પણ શાળાઓમાં ડ્રેસ કોડ લાવવાની તૈયારી કરી રહી છે.

આ મામલે મલાલા યુસુફઝઈની પણ ટ્‌વીટ આવી છે. મલાલાએ પોતાની ટ્‌વીટમાં લખ્યું કે છોકરીઓને હિજાબ પહેરીને શાળાઓમાં જતી રોકવી ડરાવે છે. પાકિસ્તાનમાં પણ આ મુદ્દે મોટી સંખ્યામાં ટ્‌વીટ થઈ રહી છે. આ રીતે પાડોશી દુશ્મન દેશ અને તેના લોકો ભારત વિરુદ્ધ આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે બખેડો ઊભો કરવાની કોશિશ કરતા જાેવા મળી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.