મહિલાઓ માટે અનામત વધારીને ૫૦ ટકા કરવું જાેઇએ મહિલા સાંસદો
નવીદિલ્હી: ૮ માર્ચ, સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગૃહ અધ્યક્ષે કહ્યું કે આજનો દિવસ વિશ્વભરની મહિલાઓના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી અને સન્માન કરવાનો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ મહિલા સાંસદોએ પોતાની માંગ કરી છે. રાજ્યસભામાં ભાજપના સાંસદ સોનલ માનસિંહે કહ્યું કે – હું માંગ કરું છું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ ઉજવવામાં આવે.
શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે- ’૨૪ વર્ષ પહેલા અમે સંસદમાં મહિલાઓ માટે ૩૩% અનામતનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આજે ૨૪ વર્ષ પછી સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત વધારીને ૫૦% કરી દેવી જાેઈએ. ‘તે જ સમયે, એનસીપીના સાંસદ ડો.ફૌઝિયા ખાને કહ્યું – ઘણાં ઓડિટ્સ દર્શાવે છે કે ૬% થી વધુ મહિલાઓને નેતૃત્વની ભૂમિકા મળી નથી. આપણે તેના વિશે વિચારવું જાેઈએ. અમે લોકસભા અને રાજ્યસભામાં ૩૩% અનામત અંગે કાયદો લાવીને શરૂઆત કરી શકીએ છીએ.
આ પછી રાજ્યસભામાં મુખ્ય વિપક્ષી પાર્ટીએ પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવને લઇને હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ બળતણના ભાવમાં વધારા અંગે લોકસભામાં મુલતવીની નોટિસ આપી હતી. તે પછી, વિપક્ષના હોબાળો પછી રાજ્યસભાની કાર્યવાહી રાત્રે ૧૧ વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.