મહિલાના પૂર્વ પતિને ૩૦૦૦નું ભરણપોષણ ચૂકવવા આદેશ

મુંબઈ, આજ સુધી સામાન્ય રીતે કોર્ટે પતિને પત્નીનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ઔરંગાબાદમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે પત્નીને તેના પૂર્વ પતિને દર મહિને ૩૦૦૦નું જીવનનિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીના રોજ આપેલા આદેશમાં હાઈકોર્ટની ઔરંગાબાદ જસ્ટિસ ભારતી ડાંગરની બેચ ૨૦૧૭ અને ૨૦૧૯માં સ્થાનિક કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોને સમર્થન આપ્યું હતું. સિવિલ કોર્ટે આદેશ આપ્યો હતો કે મહિલા તેના પૂર્વ પતિને ૩,૦૦૦ રૂપિયાનું વચગાળાનું માસિક ભરણપોષણ ચૂકવવું પડશે.
આ મહિલા એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મહિલા જે શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે તે શાળાને પણ આદેશ આપ્યો છે કે, તે દર મહિને મહિલાના પગારમાંથી ૫૦૦૦ રૂપિયા કાપીને કોર્ટમાં જમા કરાવે. કારણ કે અદાલતે આદેશ આપ્યો હોવા છતાં મહિલાએ ઓગસ્ટ ૨૦૧૭થી તેના અશકત પતિને ભરણપોષણ ચૂકવ્યું નથી. મહિલાએ ૨૦૧૫માં તેના પતિને છૂટાછેડા આપી દીધા છે ત્યારબાદ ભરણપોષણ ચૂકવવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
મહિલાના વકીલે દલીલ કરી હતી કે, એકવાર છૂટાછેડાનું ફરમાન પસાર થયા બાદ પતિ તરફથી હિન્દુ મેરેજ એક્ટની કલમ ૨૫નો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, પતિ કે પત્નીની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટ તેમાંથી કોઈને ભરણપોષણનો આદેશ આપી શકે છે અને આ આદેશ તેમની વચ્ચેના છૂટાછેડાથી પ્રભાવિત નથી.
તમને જણાવી દઈએ કે, મહિલા શિક્ષિકા તરીકે નોકરી કરીને સારૂ કમાઈ કરી રહી છે જ્યારે પતિની સ્થિતિ સારી નથી. આવા કિસ્સામાં પતિએ કોર્ટનો સંપર્ક સાધીને પતિ પાસેથી ગુજારન ભથ્થું માગ્યું હતું ત્યારે ઔરંગાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, હિન્દુ મેરેજ એક્ટની કલમ ૨૪ અને ૨૫ને એક સાથે વાંચવાથી માલુમ પડે છે કે જાે એક પતિ કે પત્નીની આર્થિક સ્થિતિ સારી ન હોય અને બીજાની સ્થિતિ સારી હોય તો પહેલા પક્ષકાર ભરણપોષણની માગણી કરી શકે છે. આ ભથ્થું કેસમાં અંતિમ ર્નિણય આવે ત્યાં સુધી અથવા તો કાયમ માટે હોઈ શકે છે.SSS