મહિલાના શરીરથી એક મીટર લાંબો સાપ નીકળ્યો
મોસ્કો, રશિયાના દાગેસ્તાનમાં રહેતી એક મહિલાના મોંમાંથી એક મીટર લાંબો સાપ નીકળતાં ડૉક્ટરો પણ હેરાન થઇ ગયા હતા. રિપોર્ટ મુજબ આ મહિલા પોતાના ઘરના આંગણામાં સુતી હતી ત્યારે સાપ તેના મોંમાં ઘુસી ગયો હતો. ઊંઘમાં એનું મોં ખુલ્લું રહી ગયું હોવું જોઇએ. એના ખુલ્લા મોંમાં એક મીટર લાંબો સાપ ઘુસી ગયો હતો. એ મહિલાને આ વાતની જાણ નહોતી. ઊંઘમાંથી જાગ્યા બાદ એને પીડા થતાં એને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ડૉક્ટરોએ એના શરીરમાં કશુંક હાલતું ચાલતું જોયું હતું. એને બહાર કાઢવા સર્જરી કરવામાં આવી ત્યારે જોયું તો એક મીટર લાંબો જીવતો સાપ હતો. એ જોઇને ડૉક્ટરો પણ અવાક્ થઇ ગયા હતા. એમની સમગ્ર કારકિર્દીમાં આવો કેસ કદી આવ્યો નહોતો.SSS
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf