મહિલાની આંખમાંથી લોહીના આંસુ નીકળતા ડોક્ટર હેરાન
નવી દિલ્હી: દરેક મહિલાને પીરિયડ્સ દરમિયાન અલગ અલગ પ્રકારની તકલીફ થયા છે. કોઈને પેટમાં દુઃખાવો થાય છે, કોઇને બ્લોટિંગની ફરિયાદ રહે છે. કોઇને હાથ પગમાં દુઃખાવો થવા લાગે છે તો કોઇને ભૂખ લાગતી નથી. પરંતુ ચંડીગઢની ૨૫ વર્ષીય એક મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખોમાંથી લોહીના આંસુ નીકળવાની તકલીફ છે.
ચંડીગઢની રહેવાસી આ ૨૫ વર્ષની મહિલાનો કેસ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયો હતો. તેના અનુસાર ૫ વર્ષ પહેલા મહિલાની આંખમાંથી લોહી નીકળવા પર ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન મહિલાને કોઇપણ પ્રકારનો દુઃખાવો અથવા અન્ય કોઇ મુશ્કેલી નહોતી. તેની સાથે આવું બે વખત થયું હતું. ઘણા ટેસ્ટ કર્યા બાદ પણ ડોક્ટર્સ આ અજીબોગરીબ સમસ્યાને સમજી શક્યા ન હતા.
આ કેસને સારી રીતે સ્ટડી કર્યા બાદ ડોક્ટર્સને સમજાયું કે, માત્ર પીરિયડ્સ દરમિયાન મહિલાની આંખમાંથી લોહી નીકળતું હતું. મહિલાના ઘણા ટેસ્ટ કર્યા બાદ તપાસમાં સામે આવ્યું કે, આ દુર્લભ સ્થિતિ આક્યૂલર વિકેરિયસ મેન્સ્ટ્રૂએશન છે. જેના કારણે પીરિયડ્સમાં ગર્ભાશય ઉપરાં અન્ય અંગોમાંથી પણ લોહી નીકળે છે. આ બ્લીડિંગ હોઠ, આંખ, ફેફસા, પેટ અને નાકમાંથી પણ હોઈ શકે છે. આ કેસમાં મહિલાની આંખોમાંથી બ્લિડિંગ થયા છે.