મહિલાની છેડતી કરનાર ડીકે પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા
અમરેલી, સાવરકુંડલા ભાજપ ના કાઉન્સિલર ડીકે પટેલ ફરી વિવાદમાં સપડાયા છે. સાવરકુંડલાની વિધવા મહિલા સાથે ડીકે પટેલે છેડતી કરી હતી. ત્યારે છેડતી અંગેનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારે ભાજપ પક્ષ સમગ્ર મામલાની ગંભીર નોંધ લેવાઈ હતી.
પ્રદેશ ભાજપની સૂચનાથી અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક વેંકરિયા દ્વારા ડીકે પટેલને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. અમરેલીમાં સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન દુલભજી પટેલ ઉર્ફે ડીકે પટેલ સામે એક વિધવા મહિલાએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તાજેતરની ચૂંટણીમાં ડી.કે.પટેલ ભાજપના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારે મહિલા પાસે બિભસ્ત માંગણી કરતો ડી.કે. પટેલનો ઓડિયો પણ વાયરલ થયો છે. કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ડીકે પટેલના બદઈરાદા સામે આવ્યા છે. જાેકે, ડીકે પટેલની તમામ હરકતો પ્રદેશ ભાજપના કાન સુધી પહોંચી હતી. જેથી પ્રદેશ ભાજપ દ્વારા ડીકે પટેલને સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી હતી.