મહિલાનું ઈ-મેઈલ આઈડી હેક કરનાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો
ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપટ કરનાર : સાયબર ક્રાઈમ સેલ અને એ ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બી.ટેક થયેલા સૌરભ મિત્તલને ઝડપી પાડ્યો |
(પ્રતિનિધિ) ભરૂચ : ફેસબુક પર થી મહિલા નું ઈ મેઈલ આઈડી મેળવી હેરાન પરેશાન કરતા આરોપી ને ભરૂચ સાયબર ક્રાઈમ સેલ તેમજ એ ડિવિઝન પોલીસે હૈદરાબાદ થી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે એક મહિલા નું ઈ મેઈલ આઈડી કોઈ અજાણ્યા ઈસમે હેક કરી તેના પાસવર્ડ બદલી દૂરઉપયોગ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં ભરૂચ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલીસ કરતા આરોપી હૈદરાબાદ નો હોવાનું જણાયું હતું.
આ બાદ ભરૂચ સાયબર ક્રાઈમ સેલ તેમજ એ ડિવિઝન પોલીસ ની ટીમ હૈદરાબાદ પહોંચી હતી અને ટેકનીકલ સર્વેલન્સ ના આધારે તપાસ નો દૌર આગળ ધપાવતા સૌરભકુમાર મિત્તલ નામ ના આરોપી ને ઝડપી પાડી પૂછપરછ કરતા ભોગ બનનાર મહિલા ને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ કરતા તેનો ફાયદો ઉઠાવી ફેસબુક માંથી ઈ મેઈલ આઈડી મેળવી હેક કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ ના હાથે ઝડપાયેલ આરોપી બીટેક થયેલો અને કોમ્પ્યુટર માં માસ્ટરી ધરાવતો હોય આ રીતે અન્ય કેટલા વ્યક્તિઓ ના ઈ મેઈલ આઈડી હેક કર્યા છે તે અંગે ની તપાસ ના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.ત્યારે પોલીસ તપાસ માં શું બહાર આવે છે તે જોવું રહ્યું.*