Western Times News

Gujarati News

મહિલાને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલતા ચાર ઈસમો વિરૂદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો

પ્રતિકાત્મક

ઝઘડિયાના સરકારી ફીચવાડા ગામે મહિલાને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલતા ચાર ઈસમો વિરૂદ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના સરકારી ફીચવાડા ગામે રહેતી લક્ષ્મીબેન નરસિંહભાઈ પરમાર ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.લક્ષ્મીબેનના પતિ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ હોય તે દિવસથી તેઓ બહારગામ જતા રહ્યા છે,

જેથી લક્ષ્મીબેન તેમના બે બાળકો સાથે તથા તેમની સાસુ સાથે સરકારી ફીચવાડા ગામે રહે છે.ગતરોજ સાંજના સમયે તેઓ ઘરે હાજર હતા ત્યારે ગામના હરેન્દ્રસિંહ ઘરીયા, વિષ્ણુભાઈ ઘરીયા,અજયસિંહ ઘરીયા નાઓ લક્ષ્મીબેનના ઘરે લાકડીઓ લઇને આવેલા

અને ત્રણેય જણાં લક્ષ્મીબેનને માં બેન સમાણી ગાળો બોલી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી તેમના પતિ વિરુદ્ધ કહેતા હતા કે ખૂબ ફાટી ગયો છે,સાલા ને આજે મારી સીધો કરી દઈએ, તેમ કહેતા હતા.જેથી લક્ષ્મીબેને કહેલ કે ખરાબ ગાળો બોલો નહીં ઘરે હું બાળકો જાેડે એકલી જ રહુ છું.

મારા પતિ ઘરે નથી,તે વખતે હરેન્દ્રસિંહ ઘરીયા લક્ષ્મીબેનના પતિ નું નામ લઇ એવું બોલતો હતો કે એને કહી દેજે કે ગામમાં રહેવું હોય તો અમારી માફી માંગે, અને હવે પછી મોટો નેતા થઈને ફરે નહીં, નહીં તો જાનથી મારી નાખીશું, તેમ કહી ગાળો બોલતા બોલતા જતા રહેલા.

હરેન્દ્રસિંહ ઘરીયા વિષ્ણુભાઈ ઘરીયા અને અજય સિંહ ધરીયાના સરકારી ફીચવાડા ગામના હોય લક્ષ્મીબેન ઘરની પાછળના ભાગે રોડ આવેલ છે જે રોડ પરથી આ ગામમાં આવજાવ કરતા હોય છે ત્યારે બૂમો પાડી માં બેન સમાણી ગાળો બોલી કહેતા હોય છે કે તારો પતિ અહીંયા નથી તો તું કેમ અહીં રહે છે

,અરજી પાછી ખેંચી લે જે નહીં તો ગામ છોડી તું પણ તારા છોકરાને લઈને જતા રહેજાે, નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા હોય છે. ગઇ તા.૧૦.૨.૨૨ ના રોજ બપોર પછી ચારેક વાગે લક્ષ્મીબેન ધરના વાડામાં લાકડા કાઢતી હતી અને તે દરમિયાન નરેશ ભુલાભાઈ વસાવા રહેવાસી ચાંદીયાપુરા તા.ઝઘડિયા પોતાની મોટરસાયકલ ઉપર ગામના સ્ટેશન થી વડીયા તરફ જતો હતો

ત્યારે લક્ષ્મીબેન ને જાેઈને મોટર સાઈકલ ઊભી રાખી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી કહેતો હતો કે પોલીસ સ્ટેશનમાં હરેન્દ્રસિંહ વિરુદ્ધ અરજી આપેલ છે તે પાછી ખેંચી લેજે નહીં તો ગામ છોડી છોકરાઓ લઇને નાસી જજે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી માં બેન સમાણી ગાળો બોલી જતો રહેલો.

આ ચાર જણા લક્ષ્મીબેન અવાર-નવાર હેરાન ગતિ કરતા હોય તેમણે (૧) હરેન્દ્રસિંહ ચંદ્રસિંહ ઘરીયા (૨) વિષ્ણુભાઈ નટુભાઈ ઘરીયા (૩) અજયસિંહ વિક્રમસિંહ ઘરીયા ત્રણેય રહે. સરકારી ફિચવાડા (૪) નરેશ ભુલાભાઈ વસાવા રહે. ચાદિયાપુરા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.