મહિલાને ધક્કો મારવાને કારણે ‘આપ’ના ધારાસભ્યને 7 દિવસની કેદ
નવીદિલ્હી, અદાલતે ૨૦૧૪માં એક મહિલાને ધકકો આપવાના મામલામાં કોંડલીથી આપના ધારાસભ્ય મનોજકુમારને દોષિત ઠેરવતા સાત દિવસ કેદ અને દંડની સજા સંભળાવી છે.જા કે નિર્ણયને પડકાર આપવા માટે અદાલતે ધારાસભ્યને એક મહીનાની જામીન આપી છે.
રાઉજ એવન્યુ અદાલતના એસીએમએમ સમર વિશાલે ધારાસભ્યને સજા સંભળાવતા કહ્યું કે તે એક લોકસેવક છે આથી એ તેમની જવાબદારી છે કે જે લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓને લઇને જાય છે તે તેમને નિષ્પક્ષતા અને વિનમ્રતાથી મળે
અદાલતે સારા આચરણના આઘાર પર તેમણે નેકચલવનીની શરત પર છોડવાનો ઇન્કાર કરતા કહ્યું કે મનોજકુમારને પહેલા પણ એક અન્ય મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ત્રણ મહીનાની કેદની સજા પણ સંભળાવવામાં આવી હતી. ફરિયાદી મહિલા ધારાસભ્યની પાસે પાણી ભરાઇ જવાની સમસ્યાને લઇને આવી હતી ધારાસભ્યે મહિલાને પરેશાન નહીં કરવાનું કહ્યું અને ધમકાવી નાખી ત્યારબાદ તેને ખોટી રીતે ઘક્કો મારી દીધો હતો.