મહિલાને પેન્શન પહોંચાડવા ટપાલીનો ૨૫ કિમી પ્રવાસ
ચેન્નાઈ: હવે સ્માર્ટફોન અને ઇમેઇલે પત્ર અને ટપાલનું મહત્વ ઘટાડી દીધું છે, પણ દેશના અંતરિયાળ વિસ્તારો આજે પણ પેન્શન અથવા જરુરી કાગળપત્રો માત્ર પોસ્ટ દ્વારા જ પહોંચાડવામાં આવે છે. આ પોસ્ટ વિભાગના અભિન્ન અને અમૂલ્ય અંગ તરીકે પોસ્ટમેન આ વિસ્તારોના લોકોના મનમાં એક અલાયદું સ્થાન ધરાવતા હોય છે. ત્યારે તમિલનાડુના એક પોસ્ટ માસ્તરે લોકોના દિલ જીતી લીધા છે. હકીકતમાં, ૫૫ વર્ષીય પોસ્ટ માસ્ટર પાંચ મહિના પહેલા ૧૧૦ વર્ષની મહિલાને આપેલું વચન પૂર્ણ કરવા માટે દર મહિનાના એક રવિવારે ‘કલાક્કડ મુંડનથુરાઈ ટાઈગર રિઝર્વ જંગલ’માં એક દિવસનો લાંબો પ્રવાસ કરે છે અને મહિલાનું પેન્શન તેમના સુધી પહોંચાડે છે.
પાપાનસમ અપર ડેમ શાખાના એસ. ક્રિસ્ટુરાજાને આ ખાસ મિશન ત્યારે મળ્યું જ્યારે કલેક્ટર વી. વિષ્ણુ ટાઈગર રિઝર્વમાં આવેલા ઈન્જિકુઝી આદિવાસી વસાહતની મુલાકાત દરમિયાન૧૧૦ વર્ષના કુટ્ટિયામ્માલ નામના વૃદ્ધ મહિલાને મળ્યા હતા. હકીકતમાં, કલેકટરે વૃદ્ધ મહિલાને ૧,૦૦૦ રુપિયાનું માસિક વૃદ્ધાવસ્થા પેન્શન આપવાની ખાતરી આપી હતી, અને અધિકારીઓને ભારતીય પોસ્ટ ઓફિસ (આઈપીઓ) મારફતે તેનું પેન્શન મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.
ક્રિસ્ટુરાજાએ ‘ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે’ હું પહેલા હોડી દ્વારા ૪ કિલોમીટરનો પ્રવાસ કરું છું. પછી લગભગ ૧૦ કિલોમીટર ચાલીને આગળ વધું છું. જાેકે, ડેમમાં પાણીનું સ્તર નીચું હોય ત્યારે તેમને ૨૫ કિમી ચાલવું પડે છે. આ મુસાફરી દરમિયાન, ઘણી વખત લીચ તેમને પોતાનો શિકાર બનાવે છે. તેમની ફરજના ભાગ રુપેનો આ પ્રવાસ આખો દિવસ ચાલે છે