મહિલાને બાળક ન થતા પતિએ સાળી સાથે લગ્ન કર્યા
અમદાવાદ, શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે, લગ્નના ચાર વર્ષ સુધી તેને સંતાન ન થતા સાસરિયાઓ ત્રાસ આપતા હતા. વર્ષ ૨૦૧૮માં તેને ગર્ભ રહ્યો ત્યારે નણંદે ધમકી આપી હતી. સાસરિયાઓ દહેજ માંગી યુવતીને કાઢી મૂકી બીજા લગ્ન કરવાની વાતો કરી ધમકી આપતા હતા.
એકદિવસ પતિ ઘરે આવ્યો નહોતો અને યુવતીએ તપાસ કરી ત્યાં તેના પતિનો મેસેજ આવ્યો કે, મેં તારી બહેન સાથે લગ્ન કરી લીધા. સમગ્ર બાબતોથી કંટાળી યુવતીએ ફરિયાદ આપતા મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીના વર્ષ ૨૦૧૪માં લગ્ન થયા હતા. લગ્નના છ મહિના બાદ પતિ સાસુ સસરા સહિતના લોકો જમવાનું બનાવતા નથી આવડતું કહીને મહિલાને ત્રાસ આપવા લાગ્યા હતા.
સસરાએ ઝગડા કરી તેમના દીકરાએ બીજે લગ્ન કર્યા હોત તો વધુ દહેજ લાવતા તેમ કહી યુવતી પાસે પાંચ લાખ પીયરમાંથી દહેજ લાવવા દબાણ કર્યું હતું. અવાર નવાર મહિલાની સાસુ લગ્નના ચાર વર્ષ થયા બાળક કેમ નથી થતું તેમ કહી યુવતીને ત્રાસ આપતા હતા. બાળક તો ભગવાનની મરજીથી થાય તેવું યુવતી કહે તો તેને પતિ સામું બોલે છે કહીને માર મારતો હતો.
સાસરિયાઓ યુવતીના પતિને ધોળું તો ગધેડું પણ હોય તું આને છોડી દે આપણે નવી વહુ લાવીશું કહીને ત્રાસ આપતા હતા. વર્ષ ૨૦૧૮માં યુવતીને ગર્ભ રહેતા તેની નણંદ એ ધમકી આપી કે, તારો સીમંતનો પ્રસંગ કેમ થાય છે તે જાેવું છું. થોડા સમય બાદ પૈસાની ખેંચ આવતા યુવતીએ નોકરી શરૂ કરી તો પતિ પગાર લઈ લેતો હતો.
વર્ષ ૨૦૨૧માં એટીએમમાં કેટલા પૈસા છે તેવું પૂછ્યા બાદ તેનો પતિ હાજર નહોતો. જેથી યુવતીએ તપાસ કરી પણ તેનો પતિ મળી આવ્યો નહોતો. અને વોટ્સએપ પર.મેસેજ કરવા જ જતી હતી ત્યાં પતિનો મેસેજ આવ્યો કે, મેં તારી બહેન સાથે લગ્ન કરી લીધા છે. સમગ્ર બાબતોથી કંટાળી આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પૂર્વ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS