Western Times News

Gujarati News

મહિલાને બેભાન કરીને સોનાની બંગડી લઈ સેલ્સમેન ફરાર

અમદાવાદ: ગુજરાતી માં કહેવત છે કે ધરમ કરતા ધાડ પડવી, દયા ડાકણ ને ખાય’ ક્યારેક કોઈ ને પર દયા દાખવવી પણ ભારે પાડતી હોય છે. આવો એક બનાવ શહેર ના મણિનગર વિસ્તાર માં જાેવા મળ્યો છે. બે ગઠીયા ઓને પાણી પીવડાવવા જતા મહિલા એ સોનાની બંગડી ગુમાવવાનો વખત આવ્યો છે.

આ કિસ્સો અમદાવાદ અને રાજ્યની એ તમામ મહિલાઓ માટે ચેતવણીરૂપ છે જે સોસાયટીમાં ચીજ વસ્તુઓ વેચવા આવતા સેલ્સમેન અને ફેરિયાઓ સાથે રોજબરોજનો વ્યવહાર કરે છે. બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા ઉર્વશી બેન દવે એ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના પતિ અને દીકરો દીકરી સવારનાં સમયે તેમના નોકરી અને કામ થી બહાર જતા રહે છે. અને પોતે ઘરે એકલા હોય છે.

આજે સવારે તેઓ ઘરે હાજર હતા ત્યારે કોઈ એ દરવાજાે ખખડાવ્યો હતો. તેમણે બહાર જઈ ને જાેયું તો દરવાજા પાસે એક વ્યક્તિ ઊભો હતો.

જેણે ફરિયાદીને વાસણ ધોવાનું લિક્વિડ લેવા માટે જણાવ્યું હતું. જાેકે, ફરિયાદીને જરૂર ના હોવાથી તેમણે ના પડી હતી. એવા માં આ ઈસમ એ ફરિયાદી ને પાણી પીવડાવવા માટે કહ્યું હતું.

જેથી ફરિયાદી મહિલા દરવાજાે ખોલી રસોડા માં પાણી લેવા માટે ગયા હતા. ત્યાં આ ઈસમ અને તેની સાથે એક વ્યક્તિ મહિલાના ઘર ઘુસી આવ્યા હતા.

અને એક કાર્ડ આપીને મહિલા ને વાંચવા માટે કહ્યું હતું. મહિલા એ આ કાર્ડ હાથમાં પકડતા જ ભાન ઘુમાવી દીધું હતું. જાે કે ૨૦ મિનિટ બાદ ભાન આવતા તેમને જાેયું તો હાથમાં પહેરેલ સોનાની બંગડી ગાયબ હતી. બાદ માં મહિલા એ ઘર ની બહાર આવીને જાેયું તો બંને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જે અંગે ની જાણ તેમને તેના પાડોશી અને પરિવારજનો ને કરતા તેઓ પણ તાત્કાલિક ભેગા થઈ ગયા અને ઘટના ની જાણ પોલીસ ને કરી હતી. પોલીસ એ હાલ માં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.