મહિલાને ર્નિદયતાથી માર માર્યાનો વીડિયો વાયરલ થયો

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક મહિલાની ર્નિદયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ. આ હુમલો ૧૯ નવેમ્બરના રોજ થયો હતો.
પીટાઈ બાદ મહિલાએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ડિસ્ચાર્જ થયા બાદ પીડિતાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક વિધાયક પર ગુંડા મોકલી પીટાઈ કરાવવાનો આરોપ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જાેવા મળે છે કે એક મહિલા સાથે કેટલાક પુરુષો અને મહિલાઓ લાકડી અને ડંડાથી મારપીટ કરી રહ્યા છે.
મહિલાની એટલી ખરાબ રીતે પીટાઈ કરવામાં આવી હતી કે તે પોતાના પગ ઉપર પણ ઊભી રહી શકતી નહતી. ગત મંગળવારે તે જેવી વ્હીલચેર દ્વારા હોસ્પિટલથી બહાર આવી કે તેણે સૌથી પહેલા સીસીટીવી ફૂટેજ કઢાવ્યા જેથી કરીને કાનૂની મદદ દ્વારા તે દોષિતોને સજા અપાવી શકે.
મહિલાની ર્નિદયતાથી પીટાઈનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને પીડિતાએ હુમલો કરાવવાનો આરોપ આમ આદમી પાર્ટીના શાલીમાર બાગથી વિધાયક વંદનાકુમારી પર લગાવ્યો છે.
જાે કે પોલીસને અપાયેલી ફરિયાદમાં વિધાયકનો ઉલ્લેખ જરૂર છે પરંતુ તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ નથી. પોલીસનું કહેવું છે કે આ મામલે અમે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી હતી. બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.SSS