મહિલાને લગ્નના બે-ત્રણ દિ’ બાદ સાસુ-નણંદે ત્રાસ આપ્યો
રાજકોટ, રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં એક અજીબો ગરીબ કિસ્સો ધરાવતી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જે કિસ્સામાં પરિણીતાએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે, લગ્નના બીજા દિવસથી પતિએ જણાવ્યું હતું કે આપણે રૂમનો દરવાજાે ખુલ્લો રાખીને જ સુવાનું છે. તો ત્રીજા દિવસથી દિયર, સાસુ તેમજ નણંદ સહિતનાઓએ ઘરકામ બાબતે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં પોતાનું પિયર ધરાવતી તેમજ મોરબીમાં સાસરીયુ ધરાવતી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પોતાના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જે ફરિયાદ અંતર્ગત પરિણીતાએ જણાવ્યું છે કે, મારા પતિએ લગ્નના બીજા દિવસે કહ્યું હતું કે, આપણે રૂમનો દરવાજાે ખુલ્લો રાખીને સૂવાનું છે હું મારા પિતાથી ડરું છું.
તો ત્રીજા દિવસથી દિયર, સાસુ તેમજ નણંદ સહિતનાઓએ બાબતે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ૭મી મે ૨૦૧૯ના રોજ જ્ઞાતિના રિત રિવાજ મુજબ મારા લગ્ન ભાવિક રાવલ નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન અમારે કોઈ સંતાન નથી. લગ્ન બાદ અમે સંયુક્ત પરિવારમાં સાથે જ રહેતા હતા.
લગ્નના બે-ત્રણ દિવસ બાદથી જ સાસુ અને નણંદ એક કામકાજ માટે ઝઘડા શરૂ કર્યા હતા. મેણા ટોણા મારતા કહ્યું હતું કે તમારામાં અને કામવાળીમાં ઝાઝો ફેર લાગતો નથી. મારા માવતરથી કોઈનો ફોન આવે ને હું વાત કરું તો મારા દિયર મારી પાછળ પાછળ ફરી હું શું વાત કરું છું તે સાંભળતા હતા.
થોડા સમય બાદ મને અને પતિ બંનેને ગોંડલમાં પ્રાઇવેટ શાળામાં નોકરી મળતા અમે ત્યાં સ્થાયી થયા હતા. હું શાળામાં કોઈ સહકર્મચારી સાથે વાત કરું તો તે મારા પતિને ગમતું નહીં અને તે બાબતે મારી સાથે ઝઘડો કરી ઘરે જઈ મારઝુડ કરતા હતા.
શાળામાં નોકરી કરી અને જે પણ પગાર મળતો હતો તે તમામ પગાર મારા પતિ લઈ લેતા અને તેમાંથી એક રૂપિયો પણ વાપરવા દેતા નહીં. મારા પતિના બેદરકારીભર્યા વર્તનને કારણે મને શાળા માંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જે બાદ હું અને મારા પતિ રાજકોટ ભાડે રહેવા આવી ગયા હતા.SSS