Western Times News

Gujarati News

મહિલાને સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર છેઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા ઘરેલુ હિંસાનો શિકાર મહિલાઓના હિતોની રક્ષા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ અંતર્ગત સહિયારા ઘરમાં રહેવાના અધિકારની એક વ્યાપક વ્યાખ્યા કરી હતી.

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, મહિલા પછી તે માતા, દીકરી, બહેન, પત્ની, સાસુ, વહુ હોય, તેને સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત જાેઈન્ટ ફેમિલીની જાેગવાઈનું વિશ્લેષણ કરતાં ૭૯ પાનાનો ચુકાદો સંભળાવ્યો હતો.

જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ બી વી નાગરત્નાની પીઠે પતિના મૃત્યુ પછી ઘરેલુ હિંસાથી પીડિત એક મહિલાની અરજી પર સુનાવણી કરી હતી. પીઠે કહ્યું કે, એક મહિલા જે ઘરેલુ સંબંઘમાં છે, તેને સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર છે.

ભલે તે પીડિત નથી અથવા ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં ના આવ્યો હોય. એક ઘરેલુ સંબંધમાં એક માતા, દીકરી, બહેન, પત્ની, સાસુ અથવા વહુને સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આને માત્ર વાસ્તવિક વૈવાહિક નિવાસસ્થાન સુધી સીમિત ના રાખી શકાય.

આ દરમિયાન પીઠે ભારતીય મહિલાઓની એક વિચિત્ર સ્થિતિનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો જે વૈવાહિક નિવાસસ્થાનથી અલગ મકાનમાં રહે છે. સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે, અનેક પ્રકારની સ્થિતિ અને પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને પ્રત્યેક મહિલાને સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર છે.

ચુકાદામાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, મહિલાઓની ઉપરોક્ત શ્રેણીઓ અને ઘરેલુ સંબંધમાં મહિલાઓની એવી અન્ય શ્રેણીઓના નિવાસના અધિકારીની કલમ ૧૭ના ભાગ ૧ અંતર્ગત ગેરન્ટી છે. મહિલાઓને સહિયારા ઘરમાંથી બાહર કાઢી ન શકાય.

પીઠે કહ્યું કે ભારતીય સમાજના સંદર્ભમાં એક મહિલાને સહિયારા ઘરમાં રહેવાના અધિકારનું ખૂબ મહત્વ છે. ભારતમાં મોટાભાગની મહિલાઓ શિક્ષિત નથી અને ઘણી ઓછી મહિલાઓ કમાય છે. તેમની પાસે એકલા રહેવા માટે સ્વતંત્ર રીતે ખર્ચ કરવા માટે પૈસા પણ નથી હોતા.

માત્ર ઈમોશનલ સપોર્ટ માટે જ નહીં પણ ઉપરોક્ત કારણોસર ઘરેલુ સંબંધમાં રહેવા માટે તે ર્નિભર હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સંવિધાન અંતર્ગત ઘરેલુ હિંસાનો શિકાર મહિલાઓની સુરક્ષા માટે ભારતમાં મહિલા પછી તે કોઈ પણ ધર્મની કેમ ન હોય અથવા કોઈ પણ તબક્કાની કેમ ના હોય, સુનિશ્ચિત કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.