મહિલાનો જીવ બચાવવા પોલીસ જવાન કૂવામાં ઊતર્યો
હરિયાણા: એક મહિલા ઘરેલું ઝઘડાથી એટલું ત્રાસી ગઈ હતી કે તેણે કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ચોકી પ્રભારી પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાને દારડાંથી બાંધીને કૂવામાં ઉતરી ગયા હતા. અને રેસ્ક્યૂ મહિલાને જીવતી બહાર કાઢી હતી.
આ ઘટના હરિયાણાના ભિવાની જિલ્લામાં ઘટી હતી. હરિયાણા રાજ્યના ભિવાની જિલ્લામાં એક મહિલા ઘરેલું ઝઘડાથી કંટાળીને કૂવામાં કૂદી ગઈ હતી. લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. સૂચના બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. દેવેન્દ્ર નામના ચોકી પ્રભારીએ કૂવામાં છલાંગ લગાવનાર મહિલાને લોકોના સહયોગથી સુરક્ષિત બહાર કાઢી હતી. દિનોદ ગેટ ચોકી પ્રભારી મિનિટોમાં જ કૂવા પાસે પહોંચી ગયા હતા.
લોકોએ જણાવ્યું કે થોડી મિનિટો પહેલા મહિલાએ કૂવમાં છલાંગ લગાવી છે. ચોકી પ્રભારીએ તરત જ દોરડું મંગાવીને પોતાને દોરડાથી બાંધી કૂવામાં ઉતરી ગયા હતા. દેવેન્દ્ર સિંહની હિંમતને જોઈને લોકોએ વીડિયો બનાવવાનું શરૂં કર્યું હતું. લોકોએ પણ મહિલાને બહાર કાઢવા માટે પોલીસની મદદ કરી હતી.
દેવેન્દ્ર સિંહ કૂવમાં ઉતર્યા ત્યારે લોકોએ મદદ માટે સામાન પણ એકત્ર કર્યો હતો. લોકોએ તરત સીડી લાવી. એક બોરાને વાંસથી બાંધીને કૂવમાં ઉતાર્યો હતો. દેવેન્દ્ર સિંહે મહિલાને રસ્સાથી બાંધીને બોરી ઉપર નાંખીને લોકોની મદદથી જિવતી બહાર કાઢી હતી. લોકોએ દેવેન્દ્ર સિંહનું સમ્માન કર્યું હતું. મહિલાને તરત જ સરકારી ગાડીમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં પ્રાથમિક ઉપચાર બાદ મહિલાને રોહતક રિફર કરવામાં આવી હતી. ચોકી પ્રભારી દેવેન્દ્ર સિંહના જણાવ્યું હતું કે તેમણે પોલીસની ડ્યૂટી નિભાવી હતી. ડ્યૂટ દરમિયાન પ્રત્યેક પોલીસ કર્મચારીની ફરજ છે કે પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજાની રક્ષા કરે અને તેમણે એજ કર્યું છે.