મહિલા અધિકારીએ ફાઈલ ઊઘાડી ત્યાં સાંપે ફૂંફાડો માર્યો

ભોપાલ, મધ્યપ્રદેશમાં સરકારી ઓફિસમાં મહિલા અધિકારીએ ફાઈલ ખોલતાની સાથે જ આખી ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી. આવુ થવાનુ કારણ એ હતુ કે મહિલા અધિકારીએ ફાઈલ ખોલતાની સાથે જ તેમાંથી સાપે ફૂંફાડો માર્યો હતો.બૈતુલ જિલ્લામાં આવેલી સરકારી ઓફિસમાં આ ઘટના બન્યા બાદ નાસભાગ થઈ ગઈ હતી.
ફાઈલમાં અડિંગો જમાવીને બેઠેલા સાપનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સોમવારે બનેલી ઘટનામાં એનટોનિયા એક્કા નામની મહિલા અધિકારીએ ફાઈલ ખોલતા જ બૂમરાણ મચાવી હતી.તેમાંથી નીકળેલા સાપના પગલે ઓફિસમાં હડકંપ મચી ગયો હતો.
દોઢ ફૂટ લાંબા સાંપને જાેઈને તે બહાર ભાગ્યા હતા.એ પછી એક કર્મચારીએ લાકડી વડે સાપને મારી નાંખ્યો હતો.સ્થાનિક ભાષામાં સાપની આ પ્રજાતિ કોડિયા તરીકે ઓળખાય છે અને જાણકારનુ કહેવુ છે કે, તે કોબરા કરતા પણ વધારે ખતરનાક હોય છે.તેનુ ઝેર બહુ ઝડપથી કામ કરે છે.સામાન્ય રીતે આ સાપની લંબાઈ ત્રણ ફૂટની હોય છે.SSS