મહિલા અધિકારીઓને હવે નૌસેનામાં મળશે કાયમી કમિશન: સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, ભારતીય નૌસેનામાં સેવારત મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન બનાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને અજય રસ્તોગીની બેન્ચ દ્વારા લેવામાં આવ્યો છે. વકીલ ઐશ્વર્યા ભારતીએ જણાવ્યું કે મહિલા અધિકારી ૬ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ નેવીમાં ભરતી થઈ હતી. તે એસએસસી જેએજી બેન્ચની એકમાત્ર મહિલા અધિકારી છે. અમારો કેસ પણ બબીતા પૂનિયા જેવો જ છે, આ મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સેનામાં તમામ મહિલા અધિકારીઓને ૩ મહીનામાં પરમનન્ટ કમીશન આપવાની વાત કહી હતી. અમે ઈચ્છીએ છે કે નેવીમાં પણ મહિલા અધિકારીઓને સમાન તક મળવી જોઈએ. જોકે વરિષ્ઠતા ક્રમમાં આગળ રહેવા છતા પણ પુરુષ અધિકારીઓને મહત્વ આપવામાં આવ્યું છે.
કોર્ટનું માનવું છે કે, ભારતીય નૌસેનામાં કાયમી કમિશન આપવા માટે પુરૂષ અને મહિલા બંને અધિકારીઓ સાથે સમાન રુપે વ્યવહાર કરવામાં આવે તે યોગ્ય છે. કોર્ટે નૌસેનામાં મહિલા અધિકારીઓને પ્રવેશવાની અનુમતિ આપવા માટે કેન્દ્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. કાયમી કમિશન એક અધિકારીને નૌસેનામાં ત્યાં સુધી સેવા કરવાનો અધિકાર આપે છે, જ્યાં સુધી તે શોર્ટ સર્વિસ કમિશનના વિપરીત સેવા નિવૃત ન થઇ જાય. જે વર્તમાનમાં ૧૦ વર્ષ માટે છે અને તેને ચાર વર્ષ અથવા કુલ ૧૪ વર્ષ સુધી વધારી શકાશે.સ્થાયી કમિશન પર મંજૂરી મળ્યા બાદ નૌસેનાની મહિલા અધિકારી પણ પોતાના પુરૂષ સાથીઓની સાથે સેવાનિવૃત થશે અને તેમને પેન્શન વગેરેનો લાભ મળશે.વધુમાં જણાવીએ તો આ કેસ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર ૨૦૧૫ના નિર્ણય વિરૂદ્ધ કરેલી અપીલ સાથે સંબંધિત છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલા અધિકારીઓને કાયમી આયોગ માટે વિચાર કરવાથી રોકવાનું કોઇ કારણ નથી.જો કે, કેન્દ્રએ સપ્ટેમ્બર ૨૦૦૮માં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ માત્ર મહિલા એસએસસી મહિલા અધિકારી સ્થાયી કમિશનના હકદાર છે.
સેનામાં પરમનન્ટ કમીશન મળ્યા બાદ કોઈ પણ અધિકારી રિટાયરમેન્ટ સુધી સેનામાં કામ કરી શકે છે અને તેને પેન્શન પણ મળે છે. સેનામાં અધિકારીઓની અછત પુરી કરવા માટે શોર્ટ સર્વિસ કમીશન શરૂ થયું હતું. આ અંતર્ગત પુરુષો અને મહિલાઓ બંનેની ભરતી કરવામાં આવે છે, તેમને ૧૪ વર્ષમાં રિટાયર કરવામાં આવે છે અને તેમને પેન્શન પણ મળતું નથી. પરમનન્ટ કમીશન માટે નેવીમાં માત્ર પુરુષ અધિકારી જ અરજી કરી શકે છે.