મહિલા અને બાળ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને ‘મહિલા સ્વચ્છતા દિવસ’ની ઉજવણી
સૂરતઃ બુધવારઃ- મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બનીને આગળ વધી રહી છે ત્યારે રાજય સરકાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. પખવાડીયા દરમિયાન મહિલાલક્ષી વિષયોને આવરીને કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે મહિલા સ્વચ્છતા દિવસની આવતીકાલ તા.૮/૮/૨૦૧૯ના રોજ સુરત જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સવારે ૧૦.૦૦ વાગે સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રીશ્રીમતિ વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદો, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.