મહિલા ઉદ્યોગસાહસિકો માટે ૧૬૨૫ કરોડની રકમ જાહેર કરવામાં આવી
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આર્ત્મનિભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે ૧૬૨૫ કરોડની રકમ જારી કરી. પીએમ મોદીએ દીનદયાળ અંત્યોદર યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનથી જાેડાયેલ મહિલા સ્વ-સહાયતા સમૂહોના મહિલા સભ્યો સાથે વાતચીત કરી અને દેશને સંબોધિત કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યુ- મહિલાઓની ઉદ્યોગસાહસિકતાનો શ્રેણી વિસ્તારવા માટે, આર્ત્મનિભર ભારતના સંકલ્પમાં વધુ ભાગીદારી માટે આજે મોટી આર્થિક મદદ જાહેર કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ સાથે જાેડાયેલા ઉદ્યોગસાહસિકો હોય, મહિલા કિસાન ઉત્પાદક સંઘ હોય કે પછી બીજી સ્વયં સહાયતા સમૂહ, બહેનોના આવા લાખો સમૂહો માટે ૧૬૦૦ કરોડથી વધુની રકમ મોકલવામાં આવી છે.
પીએમ મોદીએ આગળ કહ્યુ- કોરોનામાં જે પ્રકારે આપણી બહેનોએ ખુદ સહાયતા સમૂહોના માધ્યમથી દેશવાસીઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે. માસ્ક અને સેનેટાઇઝર બનાવવાનું હોય, જરૂરીયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનું હોય, જાગરૂકતાનું કામ હોય, દરેક પ્રકારથી તમારા સખી સમૂહોનું યોગદાન પ્રશંસનિય રહ્યું છે. જ્યારે અમારી સરકાર આવી તો અમે જાેયું કે દેશની કરોડો એવી બહેનો હતી જેની પાસે બેન્ક એકાઉન્ટ પણ નહતું, જે બેન્કિંગ સિસ્ટમથી ખુબ દૂર હતી.
તેથી અમે સૌથી પહેલા જનધન ખાતા ખોલવાનું મોટું અભિયાન શરૂ કર્યું હતું. મોદીએ આગળ કહ્યુ કે, આઝાદીના ૭૫ વર્ષોનો આ સમય નવા લક્ષ્યો નક્કી કરવા અને નવી ઉર્ઝા સાથે આગળ વધવાનો છે. સરકાર સતત તે સ્થિતિ બનાવી રહી છે જ્યાં તમે બધી બહેનો આપણા ગામડાને સમૃદ્ધિ અને સંપન્નતાથી જાેડી શકો છો.
આ દરમિયાન પીએમ મોદીએ મધ્યપ્રદેશના માસ્ટર કૃષિ સખી ચંપા સિંહ સાથે સંવાદ કર્યો. માસ્ટર કૃષિ સખી ચંપા સિંહ વિભિન્ન રાજ્યોમાં કૃષિ સખીના રૂપમાં ખેતી કરનારનો સહયોગ કરી ચુક્યા છે. સમૂહ સાથે જાેડાઈને તે સ્વયં આર્ત્મનિભર થયા છે. તેમણે પોતાના ગામ, જિલ્લા અને પ્રદેશની સાથે અન્ય પ્રદેશોમાં પણ આજીવિકા માટે સારી કૃષિ ટેક્નોલોજી, જૈવિક પદ્ધતિને અપનાવવા માટે સમૂહ સભ્યો અને ખેડૂતોને જાગૃત કર્યા છે.