મહિલા કંડકટરની પ્રમાણિકતા: ગરીબ મહિલાનું બસમાં ખોવાયેલું પાકિટ પરત અપાવ્યું
વલસાડના વાપી ડેપોની મહિલા કંડકટરની પ્રમાણિકતા
(તસ્વીરઃ અશોક જોષી) વાપી, વાપી ડેપોની બસ વલસાડ થી વાપી આવી રહી હતી જેમાં એક ગરીબ મહિલા નામે ભીખીબેન છનાભાઈ દેવીપૂજક વાપી ની ટિકિટ લઈ બેઠા હતા પરંતુ તેઓ ઉદવાડા ઉત્તરી ગયા હતા
તેમની પ્લાસ્ટિક ની બેગ તેમજ તેમાં નાનું પોકેટ જેમાં ૭૯૦૦ સાત હજાર નવશો રૂપિયા હતા તેઓ અત્યંત ચિંતિત બની સીધા વલસાડ ડેપો પહોંચી ગયા ત્યાં સતિષભાઈ વલસાડ ડેપો સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા વાપી ડેપો ના એ.ટી.આઇ ધનસુખ પટેલ નો સંપર્ક કરતા એક મહિલા કન્ડક્ટર શ્રીમતી હેમાંગીની બહેન ખાલપભાઈ પટેલ બેઝ નં ૬૦૭૮ દ્વારા વાપી ડેપોમાં રૂપિયા સહિતની થેલી જમા કરાવી એક પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે
દરરોજ એક ઘરથી બીજે ઘર લોકોની ઘરે ભીખ માંગીને રકમ ભેગી કરેલ હોવાનું ભીખીબહેન દ્વારા જણાવતા એમના આંખમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા. વલસાડ થી વાપી સુધી જવા માટે પોતાની પાસે રહેલી પૈસાની થેલી બસમાં ભૂલી જતા,
પોતાની પાસે ભાડુ ન રહેતા વલસાડ ડેપોના સતીશ ભાઈ મુકેશ ભાઈ દ્વારા ભાડુ આપી વાપી મોકલી એમનું પાકીટ તથા રૂપિયા એમના વાપી ડેપો ના ધનસુખ પટેલ તથા મહિલા કન્ડક્ટર દ્વારા આપી માનવતા મહેકાવી હતી જે વલસાડ વિભાગ તથા વાપી ડેપો નું નામ રોશન કરેલ છે.