મહિલા ડૉક્ટરે મિસ પાકિસ્તાન યુનિવર્સ-૨૨નો ખિતાબ જીત્યો
લાહોર, વિશ્વભરમાં ઘણી બધી મોડેલિંગ કોમ્પિટિશન અને ફેશન શો યોજાતા રહેતા હોય છે, જેમાં સહભાગીઓને તેમની પ્રતિભાના આધારે વિજેતા, પ્રથમ-રનર અપ, સેકન્ડ-રનર અપ જેવા એવોર્ડ મળે છે. એવામાં ઘણી એવી કોમ્પિટિશન પણ હોય છે, જેમાં લોકો એક એક લેવલ પાર કરીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જાય છે અને ત્યાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફેશન શો કે મૉડલિંગ સ્પર્ધાઓમાં પણ અલગ-અલગ કૅટેગરી પણ હોય છે.
તાજેતરમાં જ એક મહિલા ડૉક્ટરે એક મોડેલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લીધા પછી જ્યારે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી ત્યારે તેણીને ‘મિસ પાકિસ્તાન યુનિવર્સલ ૨૦૨૨’ વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો. હવે કોણ છે આ મહિલા તબીબ, તેમના વિશે પણ જાણવા જેવું છે.
મિસ પાકિસ્તાન યુનિવર્સલ ૨૦૨૨નો ખિતાબ જીતનાર મહિલા ડૉક્ટરનું નામ ડૉ. શફાક અખ્તર છે, જે પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે. તેણીએ કેનેડામાં આયોજિત એક વર્ચ્યુઅલ બ્યૂટી પેજેંટમાં મિસ પાકિસ્તાન યુનિવર્સલ ૨૦૨૨ નો ખિતાબ જીત્યો હતો.
આ સિવાય મિસ સના હયાતને મિસ પાકિસ્તાન ગ્લોબલ અને નાદા ખાનને મિસિસ પાકિસ્તાન વર્લ્ડનો ખિતાબ મળ્યો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવા માટે લાહોરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેકને તાજ અને ઇનામ આપવામાં આવ્યા હતા. ડૉ. શફાક અખ્તર ઈન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ નથી. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ ૩૦૦૦ ફોલોઅર્સ છે.
પરંતુ તેણે જે ફોટો શેર કર્યા છે તે જાેઈને લાગે છે કે તે એકદમ સ્ટાઇલિશ છે. ડ્યુટી ટાઈમ પછી તેને ફરવાનું અને ફોટો પડાવવાનું પસંદ છે. તેણે હોસ્પિટલની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
વિજેતાને તાજ પહેરાવ્યા બાદ ડૉ. શફાકે જણાવ્યું હતું કે, ૨૦૨૨ની બ્યુટી ક્વીન બનવું તેના માટે સન્માનની વાત છે. ભવિષ્યમાં હું ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈશ અને મારા દેશને ગૌરવ અપાવવાનો પ્રયાસ કરીશ. મારી આ સફળતાએ મારો આત્મવિશ્વાસ વધાર્યો છે અને મને આશા છે કે ભવિષ્યમાં પણ મને આવી જ સફળતા મળતી રહેશે.
આ સ્પર્ધામાં શાયરા રાયને મિસ ટ્રાન્સ બ્યુટી ક્વીનનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તે પાકિસ્તાનની પ્રથમ મિસ ટ્રાન્સ બ્યુટી ક્વીન બની હતી. તે સિંગર અને એક્ટિંગ પણ કરે છે. તેણીના જણાવ્યા મુજબ, તેણીએ દુબઈમાં અભ્યાસ કર્યો હતો અને ક્યારેક ક્યારેક પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરતી હતી.SSS