Western Times News

Gujarati News

મહિલા દિવસે સરદારધામ દ્વારા રાજકોટમાં પાટીદાર અગ્રણી મહિલાઓનું સન્માન કરાયું

રાજકોટ, સરદારધામ યુવા તેજસ્વીની દ્વારા ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસે હેમુગઢવી હોલ ખાતે એક અનોખુ આયોજન કરવામાં આવેલ જેમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસે પ્રમુખ સેવકશ્રી ગગજીભાઈ સુતરીયાનાં નેજા નીચે અને શર્મિલાબેનના માર્ગદર્શન હેઠળ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જુનાગઢ, બોમ્બે, જસદણ વગેરે ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી શાનદાર કરવામાં આવી.

ાજકોટ હેમુગઢવી હોલ ખાતે પાટીદાર પરિવારની અસંખ્ય મહિલાઓ ઉમટી પડી હતી, હેમુગઢવી હોલ છલોછલ મહિલાઓથી ઉભરાય આવ્યો હતો. કાર્યક્રમમાં સરદારધામનાં સલાહકાર ગજેરા સરના ધર્મપત્ની તૃપ્તિબેન દ્વારા વેલ-કમ સ્પીચ આપેલ તથા વિવિધ ક્ષેત્રમાં

સમાજની સફળ થયેલ ૫૧ મહિલાઓનું સરદાર સાહેબની તસ્વીર અને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવેલ તેમજ સરદારધામ સંસ્થાના રાજકોટ સ્થિત ટ્રસ્ટીગણનાં ધર્મપત્નીઓનું પણ સન્માન કરી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ. ગણપતિ વંદનથી કાર્યક્રમની શરૂઆત કરી શર્મિલાબેનની પોપ્યુલર સ્કૂલની બાળાઓ દ્વારા ચારણ કન્યાની જાેરદાર કૃતિ રજુ કરવામાં આવેલ જેનાથી સમગ્ર હોલમાં હાજર મહિલાઓમાં નવી ઉર્જા ચેતનવંતી બની ગઈ.

૮ માર્ચની ઉજવણીમાં સરદારધામ તેજસ્વીની કન્વીનર શ્રી શર્મિલાબેન બાંભણીયા મહિલાઓને આહવાન કરતા જણાવ્યુ કે કોઈ મહિલાઓએ ડરવાની જરૂર નથી હું છું ને! પણ દરેક મહિલા પોતાની જાતે સમસ્યા હલ કરે તે રીતે સક્ષમ બનાવી જાેઈએ. અને મજા પડે તે રીતે જીવન જીવવું જાેઈએ અને ઘરને સ્વર્ગ બનાવતી હોવી જાેઈએ.

સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર શ્રી સરોજબેન મારડીયાએ સામાજીક ચિંતનના વિષયો, લગ્ન વિચ્છેદ, વિભક્ત પરિવારો, પરિવારિક પડકારો અને તેના ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડેલ. સરદારધામ ૮ માર્ચ શક્તિ વંદના કાર્યક્રમ આયોજનમાં ૧ કલાક ઓનલાઈન કાર્યક્રમ રાખેલ

જેમાં સરદારધામ અમદાવાદથી પ્રમુખ સેવકશ્રી ગગજીભાઈ સુતરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ જાણીતા મોટિવેશન સ્પીકર શ્રી નેહલબેન ગઢવી દ્વારા મહિલાઓની શક્તિ, મહિલાઓની ઈચ્છા, મહિલાઓની લાગણી અને મહિલા ગૌરવ અંગે સુંદર માર્ગદર્શન આપેલ.

શ્રી શર્મિલાબેન બાંભણીયા, સરોજબેન મારડીયા, જાગૃતિબેન ઘાડિયા, અનિતાબેન દૂધાત્રા, ભાવનાબેન રાજપરા, તેમજ જુદા જુદા મહિલા સોશ્યલ ગૃપના હોદેદાર બેહેનો તથા રાજકોટ દરેક વોર્ડના કન્વીનરો દ્વારા સમગ્ર જાહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનાં અંતમાં શ્રી જાગૃતિબેન ઘાડિયા દ્વારા આભારવિધિ કરવામાં આવેલ હતી.

કાર્યક્રમનાં સરદારપ્રસાદના દાતા પોપ્યુલર સ્કૂલ હતી. તથા સર્વોદય સ્કુલ, પોપ્યુલર સ્કૂલ, આર.કે. યુનિવસિર્ટી, ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા પરીવહન માટે બસની વ્યવસ્થા કરી આપેલ અને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.